android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad AMTS નું વર્ષ 2026-27નું બજેટ રજૂ , AI આધારિત શિડ્યુલીંગ સિસ્ટમ ઊભી કરાશે, પ્રથમ તબક્કે 70 બસમાં એર પ્યોરિફાયર લગાવાશે

calendar_todayFebruary 3, 2026

Ahmedabad AMTS નું વર્ષ 2026-27નું બજેટ રજૂ , AI આધારિત શિડ્યુલીંગ સિસ્ટમ ઊભી કરાશે, પ્રથમ તબક્કે 70 બસમાં એર પ્યોરિફાયર લગાવાશે

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)નું વર્ષ 2026-27 માટેનું બજેટ AMTS ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.

કુલ બજેટ 1011 કરોડ રૂપિયા

ચેરમેનની રજૂઆત મુજબ, અગાઉના 991 કરોડના બજેટમાં 20 કરોડના સુધારા સાથે કુલ બજેટ 1011 કરોડ રૂપિયા થયું છે.

 4 નવી ડબલડેકર બસો ખરીદવા જોગવાઈ

નવા બજેટમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને સુધારાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં 4 નવી ડબલડેકર બસો ખરીદવા જોગવાઈ કરાઇ છે.

પ્રથમ તબક્કે 70 બસ એર પ્યોરિફાયર લગાવાશે

ઉપરાંત જમાલપુર સ્ટોર ડેપોની જર્જરિત ઇમારતનું નવીનીકરણ કરાશે તથા AC બસોમાં એર પ્યોરિફાયર લગાવવા ૩ કરોડની જોગવાઈ કરાઇ છે જેમાં પ્રથમ તબક્કે 70 બસોમાં ઇન્સ્ટોલ કરાશે.

AI આધારિત શિડ્યુલીંગ સિસ્ટમ સ્થાપવા માટે 3કરોડની જોગવાઈ

AMTS ચેરમેનના જણાવ્યા અનુસાર, આ નવા પ્રોજેક્ટ્સ અને સુધારાઓ બસ સેવાઓને વધુ સુગમ, આધુનિક અને પેસેન્જર-ફ્રેન્ડલી બનાવશે.AI આધારિત શિડ્યુલીંગ સિસ્ટમ સ્થાપવા માટે 3 કરોડની જોગવાઈ કરાઇ છે.


આ પણ વાંચો----    Gujarat Latest News Live : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન, 2027માં ગુજરાતના એક ભાગમાં બુલેટ ટ્રેન દોડશે