calendar_todayJanuary 13, 2026
Ahmedabad માં ઠંડી સાથે હવા વધુ પ્રદૂષિત, AQI ચિંતાજનક સ્તરે
અમદાવાદ શહેરમાં ઠંડીની તીવ્રતાથી હવાના પ્રદૂષણમાં ઘટાડો ન થતાં આરોગ્ય માટે જોખમ વધ્યું છે. વહેલી સવારે શહેરભરના વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ચિંતાજનક સ્તરે પહોંચી ગયો, જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ખાંસી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વિવિધ વિસ્તારોમાં માપેલા AQI આંકડા
* શાંતિગ્રામ: 257
* ગોદરેજ ગાર્ડન સિટી: 203
* બોડકદેવ: 198
* થલતેજ: 194
* બોપલ: 190
* શાહીબાગ: 190
* નવરંગપુરા: 187
* સોનીની ચાલી : 183
* સેટેલાઇટ: 182
* ઉસ્માનપુરા: 180
* ચાંદખેડા: 179
* સરખેજ: 177
સવારે અને સાંજે ધુમ્મસ જેવી સ્થિતિ જોવા મળી રહી છે
વાહનોમાંથી નીકળતો ધુમાડો, બાંધકામની ઉડતી ધૂળ અને ઔદ્યોગિક એકમોના પ્રદૂષણથી એર ક્વોલિટી ઈન્ડેક્સ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે.સવારે અને સાંજે ધુમ્મસ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે લોકોમાં શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ખાંસી જેવી ફરિયાદો વધી રહી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શ્વાસ સંબંધિત દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે..
શ્વાસ સંબંધિત દર્દીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે
સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શ્વાસ સંબંધિત દર્દીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. નિષ્ણાતો માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે.
આ પણ વાંચો---- Gujarat Weather: રાજ્યમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા, નલિયા બન્યું સૌથી ઠંડું સ્થળ