calendar_todayJanuary 3, 2026
Ahmedabad: ગુજરાત ATS એ પકડેલા 3 આતંકીઓની તપાસ NIA ને સોંપાઇ, ડો.અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન, સુહૈલ પાસેથી રાઈઝિન ઝેર અને હથિયારો કબજે કરાયા હતા
નવેમ્બર 2025માં ગુજરાત ATS દ્વારા પકડાયેલા ડો. અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સુહૈલ નામના 3 આતંકીઓની તપાસ હવે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) અમદાવાદ યુનિટને સોંપવામાં આવી છે. આ નિર્ણય કેન્દ્રિય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે, કારણ કે કેસની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને વધુ વિશેષ તપાસ જરૂરી છે.
આતંકીઓ પાસેથી રાઈઝિન ઝેર અને હથિયારો કબજે કર્યા
આ આતંકીઓ પાસેથી રાઈઝિન ઝેર અને હથિયારો કબજે કર્યા હતા. ATSને મળેલી માહિતી પ્રમાણે આ આતંકીઓ ISKP હેન્ડલર અબુ ખદીજાના સૂચનો હેઠળ હથિયારો અને ઝેરના ઉપયોગની હેરાફેરીમાં સંડોવાયેલા હતા.
ખોરાક કે પાણીમાં ઝેર ભેળવી અનેક લોકોને નુકસાન પહોંચાડવાનો કારસો
અબુ ખદીજાના આદેશ મુજબ, આ હુમલા દ્વારા ખોરાક કે પાણીમાં ઝેર ભેળવી અનેક લોકોને નુકસાન પહોંચાડવાનો કારસો હતો. NIA અમદાવાદ યુનિટે ગુનો નોંધી આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો--- ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા