calendar_todayJanuary 29, 2026
Ahmedabad : બાળ મજૂરી કરાવનાર B2 કાર્ઝ વોશિંગ સેન્ટર, જય અંબે ટાયર વિરુદ્ધ ફરિયાદ, બંન્ને એકમોમાં કામ કરતા 3 બાળકોને મુક્ત કરાયા
અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં બે વ્યવસાય એકમો ખાતે બાળ મજૂરી કરાવાતી હોવાનું ધ્યાનમાં આવતા સામાજિક સંસ્થાએ AHTU (એડવાન્સ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) સાથે મળીને કાર્યવાહી કરી હતી અને 3 બાળકોને મુક્ત કરાવાયા હતા.
બે વ્યવસાયી એકમો સામે કાર્યવાહી
બે વ્યવસાયી એકમો B2 કાર્ઝ વોશિંગ સેન્ટર અને જય અંબે ટાયર સર્વિસના માલિકો સામે આ મામલે ફરિયાદ કરવામાં આવી છે.
વોશિંગ સેન્ટરના માલિકે બાળકોને 7 હજારના પગારે નોકરી પર નોકરી રાખ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, બંને સેન્ટર્સમાં ત્રણ બાળકો કામ કરતા હતા, જેમને તાત્કાલિક મુક્ત કરાવવામાં આવ્યા. તપાસમાં જાણવા મળ્યું કે, વોશિંગ સેન્ટરના માલિકે બાળકોને 7 હજારના પગારે નોકરી પર નોકરી રાખ્યા હતા
પોલીસમાં નોંધાઇ ફરિયાદ
માલિકો સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, બાળમજૂર પ્રતિબંધ નિયમ અને BNS એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે.
આ પણ વાંચો---- Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું