android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad Breaking News : પોલીસ પંચાતનો સૌથી મોટો પડઘો, લખાયાના ગણતરીના કલાકોમાં 27 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી

calendar_todayFebruary 23, 2026

Ahmedabad Breaking News : પોલીસ પંચાતનો સૌથી મોટો પડઘો, લખાયાના ગણતરીના કલાકોમાં 27 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી

અમદાવાદ શહેરમાં લીવ રિઝર્વમાં રહેલા 8 PIને પોસ્ટિંગ અપાયું છે અને ચાર્જમાં રહેલા પોલીસ મથકમાં PIની નિમણૂંક કરી દેવામાં આવી છે, લાંબા સમયથી જોવાતી હતી બદલીની રાહ અને પીઆઈની બદલી કરવામાં આવતા શહેર પોલીસમાં પણ કહી ખુશી કહી ગમ જેવો માહોલો જોવા મળ્યો છે.

સંદેશ ડિજિટલ ન્યૂઝે ગઈકાલે પીઆઈની બદલીને લઈ પોલીસ પંચાયતમાં આપી હતી જાણકારી

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પીઆઈની બદલીઓ અટકી પડી હતી અને તેના કારણે ઘણાં પોલીસ સ્ટેશન ચાર્જમાં ચાલી રહ્યાં હતા, તો આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા બદલીનો ગંજીફો ચિપી દેવામાં આવ્યો છે અને કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો છે, જે પોલીસ અધિકારીની સારી કામગીરી હતી તે અધિકારીને સારા પોલીસ સ્ટેશન આપવામાં આવ્યા છે, તો બીજી તરફ અમુક પીઆઈ લાંબા સમયથી જે પોલીસ સ્ટેશનમાં છે તેમને તે જગ્યાએ જ રાખાવામાં આવ્યા છે.

પોલીસ પંચાત : નારોલ પોલીસની હદમાં દારૂના વેપલા પર એજન્સીઓની તવાઈ, આ LCB ઝોન પોલીસ મથકમાં ‘ભા’ કોણ છે ? ( 22-02-2026 )

લીવ રિઝર્વમાં રહેલા 8 PIને અપાયા પોસ્ટિંગ

તો કંટ્રોલ રૂમ અને લીવ રીઝર્વમાં રહેલા 8 પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, આ વખતની જે બદલી છે તેમાં લીવ રીઝર્વમાં રહેલા પીઆઈને પોલીસ સ્ટેશનમાં નિમણૂંક કરાતા પીઆઈઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે, બીજી તરફ અમદાવાદ શહેરના વહિવટદારો હવે નવા પીઆઈના વહિવટ મેળવવા માટે દોડધામ શરૂ કરી દીધી છે.


આ પણ વાંચો : Bhavnagar News : સિહોરમાં ગાંજા અને અફીણની ખેતી ઝડપાઈ, ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી પોલીસની રેડ