android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : CN વિદ્યાલયમાં વિદ્યાર્થીનીની છેડતીનો વિવાદ, ઘટનાના ચાર દિવસ પછી DEOને જાણ કરવામાં આવી

calendar_todayMarch 27, 2026

Ahmedabad : CN વિદ્યાલયમાં વિદ્યાર્થીનીની છેડતીનો વિવાદ, ઘટનાના ચાર દિવસ પછી DEOને જાણ કરવામાં આવી

અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા સી.એન. વિદ્યાલય ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. વિદ્યાલયમાં PTC નો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીની છેડતી થઈ હોવાની ગંભીર ઘટના સામે આવતા શૈક્ષણિક આલમમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે સેમેસ્ટર-1માં અભ્યાસ કરતી પીડિત વિદ્યાર્થીનીએ અધ્યાપક રોહિત ઉપાધ્યાય સામે છેડતીના ગંભીર આક્ષેપો કર્યા છે.

ઘટનાની વિગતો અને તંત્રની કાર્યવાહી

મળતી માહિતી મુજબ, આ ઘટના બની તેના ચાર દિવસ બાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીને જાણ કરવામાં આવી હતી. આટલી ગંભીર બાબતમાં સંસ્થા દ્વારા દાખવવામાં આવેલી નિરસતા સામે હવે સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ DEO દ્વારા સી.એન. વિદ્યાલયને તાત્કાલિક અસરથી ખુલાસો કરવા આદેશ કરવામાં આવ્યો છે.

DEOનો કડક વલણ

જિલ્લા શિક્ષણાધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે, વિદ્યાર્થીનીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. જે સંસ્થા કે જવાબદાર વ્યક્તિઓએ આ મામલે બેદરકારી દાખવી છે અથવા સત્ય છુપાવવાનો પ્રયાસ કર્યો છે, તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ મામલે આંતરિક તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. શિક્ષણધામમાં બનેલી આ ઘટનાને પગલે વાલીઓમાં પણ રોષ અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે.


આ પણ વાંચો---    Mehsana : દારૂડિયા માટે બનાવેલા પાંજરામાં કાકાની બોણી! કૂતૂહલ પડ્યું ભારે