calendar_todayMarch 8, 2026
Ahmedabad News : અમદાવાદના ઘાટલોડિયામાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનથી 1,25,000 જેટલા સ્થાનિકોને પૂરતા પ્રેશરથી પાણી મળશે
અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર પશ્ચિમ ઝોનના ઘાટલોડિયા વોર્ડમાં રૂ.55.31 કરોડના ખર્ચે 250 લાખ લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી તથા 25 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી સાથે નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવ્યું છે.
સમગ્ર વિસ્તારના રહીશોને પૂરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો મળી રહેશે
ઘાટલોડિયા વિસ્તારમાં ઘાટલોડિયા બ્રિજ થઈ પાવાપુરી ચાર રસ્તા થઈ લક્ષ્મણગઢ ચાર રસ્તા થઈ સત્તાધાર ચાર રસ્તા થઈ ભૂયંગદેવ ચાર રસ્તા સુધીનો વિસ્તાર, ઘાટલોડિયા ગામતળ, કર્મચારીનગર, સી.પી.નગર, અર્જુન ટાવર, સંસ્કૃત ફ્લેટ જેવા ઘાટલોડિયા ટી.પી-2ના સમગ્ર વિસ્તારના રહીશોને પૂરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો મળી રહેશે. અંદાજે 4 ચો.કિમી વિસ્તારમાં આશરે 1,25,000 જેટલી વસતીને પૂરતા પ્રેશરથી પાણી પૂરું પાડી શકાશે.
કોર્પોરેશનના અધિકારીઓ પણ રહ્યાં હાજર
આ પ્રસંગે મેયર પ્રતિભાબહેન જૈન, ધારાસભ્ય હસમુખ પટેલ, ડેપ્યુટી મેયર જતિન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના એમસીના પદાધિકારીઓ તથા AMC કમિશનર શ્રી બંછાનિધિ પાની સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા ઘાટલોડિયા વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.