calendar_todayJanuary 28, 2026
Ahmedabad News : બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી લડવી મોંઘી પડશે, ઉમેદવારી ફી 1.25 લાખ કરતા HCમાં પડકારાયો
ગુજરાત સ્ટેટ બાર કાઉન્સિલની પ્રતિષ્ઠાભરી ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અત્યાર સુધીના ઈતિહાસમાં ચૂંટણી લડવા માટે વકીલ ઉમેદવારો માટેની ઉમેદવારી ફી રૂ. 25,000થી વધારી સીધી રૂ.1,25,000 કરી દેવાના બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વિવાદિત નિર્ણય સામે હવે આખરે ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ થઈ છે.
જેની સુનાવણી આગામી દિવસોમાં થાય તેવી શકયતા છે
અરજીમાં અરજદારપક્ષ દ્વારા બીસીઆઈના ઉમેદવારી ફી વધારાના નિર્ણયને રદબાતલ ઠરાવી જૂની ફી મુજબ ચૂંટણી યોજવા દાદ માંગવામાં આવી છે. જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇલેકશન રૂલ્સ (નિયમ-૮) મુજબ, અત્યાર સુધી બાર કાઉન્સિલની ચૂંટણી લડવા માટેની ઉમેદવારી ફી રૂ. ૨૫ હજાર હતી અને તે પણ અમૂક સંજોગોમાં રિફંડેબલ હતી. જો કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તા.૨૫-૯-૨૦૨૫ના એક વિવાદિત નિર્ણય મારફતે નોટિફિકેશન જારી દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સિલની ચૂંટણીમાં ઉમેદવારોને જો ચૂંટણી
લડવી હોય તો ઉમેદવારી ફી રૂ.૨૫ હજારથી વધારીને રૂ.1,25,000 કરી દેવાઇ છે.
આ કેસની અરજન્ટ ધોરણે સુનાવણી હાથ ધરવા અદાલતને વિનંતી કરી હતી
એટલું જ નહીં, આ સવા લાખ રૂપિયાની ઉમેદવારી ફી પાછી નોન રિફંડેબલ રાખવામાં આવી છે. જેને લઈ વકીલઆલમમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. અરજદારપક્ષ દ્વારા આ કેસની અરજન્ટ ધોરણે સુનાવણી હાથ ધરવા અદાલતને વિનંતી કરી હતી. જો કે, હાઈકોર્ટે રૂટિનમાં જે પ્રકારે સુનાવણી આવે ત્યારે જ હાથ ધરવામાં આવશે તેમ સ્પષ્ટ કર્યું હતું.