android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: બાર કાઉન્સિલની ચૂંટણીની આજે મતગણતરી નહીં થાય, 12 જેટલા વકીલો સામે ચૂંટણી કમિશનરની અરજી

calendar_todayMarch 9, 2026

Ahmedabad News: બાર કાઉન્સિલની ચૂંટણીની આજે મતગણતરી નહીં થાય, 12 જેટલા વકીલો સામે ચૂંટણી કમિશનરની અરજી

ગુજરાતમાં બાર કાઉન્સિલની ચૂંટણીમાં કમિશ્નરની બેદરકારીના આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ ખાતે વકીલોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. હવે આ ચૂંટણીનો વિવાદ વકરી રહ્યો છે. મતગણતરી થાય તે પહેલા જ વિવાદ વધી રહ્યો છે. જેના કારણે આજે મતગણતરી નહીં થાય તેવી વિગતો સામે આવી છે. ચૂંટણી કમિશ્નરો પણ રાજીનામા આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

બીસીજીની મત ગણતરી પહેલા જ વિવાદ

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ચૂંટણી કમિશ્નરો સામે આક્ષેપ થતાં વિવાદ વકર્યો છે. 12 જેટલા વકીલો સામે ચૂંટણી કમિશ્નરે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં અરજી કરી છે. મતદાન બાદ મત પેટીઓ લઈ જતી વખતે હોબાળો થયો હતો. ત્યાર બાદ આ ફરિયાદ કરવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં કમિશ્નરની બેદરકારી હોવાનો આરોપ વકીલો દ્વારા લગાવાયો હતો. બેલેટ પેપરની પેટી ખુલ્લી મૂકયાનો વકીલોએ આક્ષેપ કર્યો હતો.

અમદાવાદમાં બે સેન્ટરો પર ચૂંટણી યોજાઈ હતી

આ ચૂંટણીમાં 25 બેઠકો માટે મતદાન થયું હતું. અમદાવાદમાં બે સેન્ટરો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં 9712 મતદારોએ મતદાન કર્યું હતું. બાર કાઉન્સિલની ચૂંટણીના મતદાન બાદ સીસીટીવી અને લાઈવ રેકોર્ડિંગ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મશીન સીલ કરાયા હતાં. સ્ટ્રોગ રૂમની બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.


આ પણ વાંચોઃ Ahmedabad : બાર કાઉન્સિલની ચૂંટણીમાં વકીલો દ્વારા ચૂંટણી કમિશનર સામે બેદરકારીના આક્ષેપ