android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: અમદાવાદ ઈન્દોર હાઈવે પર ખાનગી બસ પલટી, 13 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી

calendar_todayMay 8, 2026

Ahmedabad News: અમદાવાદ ઈન્દોર હાઈવે પર ખાનગી બસ પલટી, 13 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી

ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે અમદાવાદ ઈન્દોર હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રતાપપુરા તુલસી હોટેલ નજીક એક ખાનગી બસ પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં બસમાં સવાર કેટલાક મુસાફરોને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો દોડી ગયો હતો. પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ખાનગી બસ પલટી

અમદાવાદ ઈન્દોર હાઈવે પર ઉજ્જેનથી સુરત જઈ રહેલી ખાનગી બસ પલટી મારી ગઈ હતી. પ્રતાપપુરા પાસે તુલસી હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 13થી વધુ મુસાફરોને ગંભીર ઈજા પહોંચતા તેમને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. ઈજાગ્રસ્તોને સ્થાનિકોએ અને પોલીસે બસની બહાર કાઢ્યા હતાં. પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે. આ બસમાં શ્રમિકો રોજગારી માટે ઉજ્જૈનથી સુરત જઈ રહ્યા હતાં.

આ પણ વાંચોઃ Ahmedabad: ચોમાસા પહેલા જ શહેરની સ્થિતિ બદતર, એક જ મહિનામાં પડ્યો ત્રીજો ભુવો