calendar_todayMay 14, 2026
Ahmedabad News: એક જ દિવસમાં 13 હજાર કરદાતા ટેક્સ ભર્યો, AMCને 15 કરોડથી વધુ આવક થઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 9 એપ્રિલ 2026થી અમલમાં મુકાયેલી 12થી 15 ટકા સુધીની એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રીબેટ સ્કીમનો લાભ લેવા માટે કરદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષ 2026-27 પ્રોપર્ટી ટેક્સ માટે 13 મેના રોજ એક જ દિવસમાં 13032 કરદાતાઓએ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરતા કોર્પોરેશનને રૂ.15.34 કરોડની આવક થઈ છે.
14.30 કરોડનું ડિસ્કાઉન્ટ મેળવ્યું
9 એપ્રિલથી 13 મે દરમિયાન કુલ 529324 કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો છે.તેમની પાસેથી AMCને કુલ રૂ.527.75 કરોડની આવક થઈ છે. આ સમયગાળા દરમિયાન કરદાતાઓને કુલ રૂ.55.95 કરોડનું ડિસ્કાઉન્ટ અપાયું છે.ઝોનવાર આંકડા મુજબ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 129893 કરદાતાઓએ ટેક્સ ભર્યો છે, રૂ.14.26 કરોડનું ડિસ્કાઉન્ટ અપાયું છે.
31 મે સુધીમાં રીબેટ સ્કીમનો લાભ લઈ શકશે
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 121570 કરદાતાઓએ લાભ લઈને રૂ.14.30 કરોડનું ડિસ્કાઉન્ટ મેળવ્યું છે.અન્ય ઝોનોમાં પૂર્વ ઝોનમાં 70281, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 64990, દક્ષિણ ઝોનમાં 49136, મધ્ય ઝોનમાં 49087અને ઉત્તર ઝોનમાં 44697 કરદાતાઓએ એડવાન્સ ટેક્સ ભર્યો છે.બાકી રહેલા કરદાતાઓને 31 મે સુધીમાં રીબેટ સ્કીમનો લાભ લઈ શકશે.
આ પણ વાંચોઃ Gujarat News: ચોટીલા પાસે ખાનગી બસ અને ડામર ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત, ચાર લોકોના મોત