calendar_todayApril 7, 2026
Ahmedabad News: ગ્રાન્ટની રકમ પરત નહીં કરનારી શહેરની 133 સ્કૂલોને શિક્ષણ અધિકારીની નોટીસ
અમદાવાદની 133 ગ્રાન્ટેડ શાળાઓ સામે શિક્ષણ અધિકારી આકરા પાણીએ જોવા મળ્યા છે. શિક્ષણ અધિકારીએ આ 133 શાળાઓને પૈસાની રિકવરીની નોટીસ ફટકારી છે. ઓડિટ બાદ પણ આ શાળાઓએ ગ્રાન્ટની રકમ પરત કરી નથી. વણવપરાયેલી ગ્રાન્ટ અને બિલોની ચૂકવણી થઈ નથી. જે શાળાઓએ રકમ પરત ના કરી હોય તેવી શાળાઓને નોટીસ આપવામાં આવી છે.
2.91 કરોડની રકમ પરત કરવાની બાકી
અમદાવાદમાં શિક્ષણ અધિકારીએ 133 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો સામે કાર્યવાહી કરી છે. ઓડીટ બાદ ગ્રાન્ટની રકમ પરત નહીં કરનારી શાળાઓને નોટીસ આપવામાં આવી છે. અમદાવાદની આ સ્કૂલોએ 2.91 કરોડની રકમ પરત કરવાની બાકી છે. જેમાં મણીનગરની શાળાનું સૌથી વધુ ચૂકવણું બાકી છે. જય સોમનાથ શાળાના 62 લાખ 55 હજાર રૂપિયા બાકી છે.
વિદ્યાનગર સ્કૂલના 29 લાખ 79 હજાર બાકી
આશ્રમરોડની વિદ્યાનગર સ્કૂલના 29 લાખ 79 હજાર બાકી છે. આ ઉપરાંત શહેરની પાંચ શાળાઓ જેને 12 લાખથી વદુની રકમ સરકારમાં બાકી છે. જો સ્કૂલો આ રકમ નહીં ચૂકવે તો પ્રોપર્ટી જપ્ત કરાશે. શિક્ષણ અધિકારી કલેક્ટરને આ સ્કૂલોના લિસ્ટ આપશે.