android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : અમદાવાદ કોર્પોરેશનનું આજે ડ્રાફટ બજેટ થશે રજૂ, બજેટનું કદ 16,000 કરોડથી વધુનું હોવાની શકયતા

calendar_todayFebruary 4, 2026

Ahmedabad News : અમદાવાદ કોર્પોરેશનનું આજે ડ્રાફટ બજેટ થશે રજૂ, બજેટનું કદ 16,000 કરોડથી વધુનું હોવાની શકયતા

AMC કમિશનર બંછાનિધિ પાની દ્વારા સૌ પ્રથમવાર રજૂ કરવામાં આવનાર ૨૦૨૬-૨૭ના વર્ષ માટેના ડ્રાફ્ટ બજેટનું કદ આશરે રૂ. ૧૫,૫૦૦થી રૂ.૧૬,૦૦૦ કરોડ જેટલું રાખવામાં આવે તેવી શક્યતા છે. અમદાવાદમાં ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન તથા ૨૦૩૬માં ઓલિમ્પિક રમતોત્સવને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં ઇનડોર અને આઉટડોર રમતોને પ્રોત્સાહન આપવા માટે વધુને વધુ સ્પોર્ટ્સ ફેસિલિટી ઉભી કરવા પર ભાર મૂકવામાં આવશે.

પ્રોપર્ટી ટેક્સ સહિત અન્ય ટેક્સના દરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા નહિવત

કોમનવેલ્થ ગેમ્સને ખાનમાં લઈને વિદેશોના અગ્રણી શહેરો જેવા રોડ રસ્તા બનાવવા, ઓવરબ્રિજ બનાવવા સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ભાર મૂકવામાં આવશે. અમદાવાદમાં વધુ ટકાઉ અને મજબૂત એવા વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવા તેમજ આસ્ફાલ્ટના ક્રસ્ટ રોડ બનાવવા. મુખ્ય રસ્તાઓને ડસ્ટ ફી રોડ બનાવવા પર ભાર મૂકવામાં આવશે અને જાહેર પરિવહનની સુવિધા સુદ્રઢ બનાવાશે. આગામી મહીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટર્મ પૂરી થતી હોવાને પગલે નજીકના ભવિષ્યમાં AMCની યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં લઈને પ્રોપર્ટી ટેક્સ સહિત અન્ય ટેક્સના દરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા નહિવત છે.

આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા સ્તરનું શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા પર ભાર મૂકવામાં આવશે

આમ છતાં AMC કમિશનર બંછાનિધિ પાની દ્વારા ટેક્સના દરમાં વધારો સૂચવવામાં આવે તો AMCની ચૂંટણીને ધ્યાનમાં લઈને BJPના સત્તાધીશો સૂચિત ટેક્સ દર વધારાને મંજૂર કરશે નહીં. સામાન્ય રીતે ગત વર્ષના બજેટ કદમાં ૧૦થી ૧૫ ટકા જેટલો વધારો કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, AMCની પ્રોપર્ટી ટેક્સ સહિત અન્ય સ્ત્રોતમાંથી થતી આવકને ધ્યાનમાં લેતાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હાથ ધરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની કરોડોની ગ્રાન્ટ પર આધાર રાખવો પડે છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા સ્તરનું શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા પર ભાર મૂકવામાં આવશે.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ શહેરને રખડતા ઢોરોના ત્રાસથી મુકત કરવાની કવાયત, શહેરના 13 વિસ્તારને નો કેટલ ઝોન જાહેર કરાયા