android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: સરકારી કચેરીનું ધાબુ 2 હજારમાં જુગાર રમવા ભાડે આપ્યું, પોલીસે રેડ પાડી 7 જુગારીયા ઝડપ્યા

calendar_todayMarch 30, 2026

Ahmedabad News: સરકારી કચેરીનું ધાબુ 2 હજારમાં જુગાર રમવા ભાડે આપ્યું, પોલીસે રેડ પાડી 7 જુગારીયા ઝડપ્યા

અમદાવાદમાં સરકારી કચેરીઓ હવે વિવાદોમાં આવી રહી છે. શહેરમાં એક સિટી સિવિક સેન્ટરમાં જુગારધામ પકડાયું છે. નિકોલ પોલીસે બાતમીના આધારે આ જુગારધામ ઝડપી પાડ્યું છે. રવિવારની રજાના દિવસે કેટલાક શકુનીઓએ સરકારી કચેરીનું ધાબુ ભાડે રાખીને જુગાર રમવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી. પરંતુ પોલીસને આ બાબતની જાણ થતાં જ રેડ કરી હતી અને સમગ્ર બાબતનો પર્દાફાશ કર્યો હતો.

બે હજારમાં જુગાર રમવા ધાબુ ભાડે આપ્યું

સરકારી કચેરીઓમાં લોકો પોતાના મહત્વના કામો માટે આવતા હોય છે. ખાસ કરીને સરકારી કચેરીઓમાંથી લોકોને પોતાના જરૂરી કાગળો લેવા માટે જવાનું થતું હોય છે. પરંતુ અમદાવાદના એક સિટી સિવિક સેન્ટરમાં સરકારી કામની સાથે જુગાર ધામ ચાલતુ હોવાની ઘટના સામે આવી છે. રવિવારની રજાનો લાભ લઈને આ સિટી સિવિક સેન્ટરનું ધાબુ જુગાર રમવા માટે ભાડે આપવામાં આવતું હતું. બે હજાર રૂપિયાનું ભાડુ વસૂલ કરાતુ હતું.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

પોલીસે આ જુગારધામ પર દરોડા પાડ્યા હતાં. નિકોલ પોલીસે 15 હજાર રૂપિયાની રોકડ સાથે સાત જુગારીયાઓને ઝડપી પાડ્યા હતાં. રવિવારે રજા હોવા છતાં સરકારી કચેરીના ધાબા પર જુગારીઓ કેવી રીતે પહોંચ્યા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. સિટી સિવિક સેન્ટરના કર્મચારીની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃ Gujarat Breaking news: ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને આપી ટીકિટ