android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધ્યા, બંને સિવિલ હોસ્પિટલમાં રોજ 20 દર્દીનો રિપોર્ટ પોઝિટીવ

calendar_todaySeptember 2, 2026

Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધ્યા, બંને સિવિલ હોસ્પિટલમાં રોજ 20 દર્દીનો રિપોર્ટ પોઝિટીવ

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના 31 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જે પૈકી 8 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 30મી ઓગસ્ટ સુધીના એક સપ્તાહના આ આંકડા છે.જ્યારે આ અગાઉ સ્વાઈન ફ્લૂના 9 પોઝિટિવ કેસ હતા.આમ, સોલા સિવિલમાં બે સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના કુલ 17 પોઝિટિવ કેસ નોંધાયા છે.બીજી તરફ,અસારવા સિવિલ હોસ્પિટલમાં આ સપ્તાહે સ્વાઈન ફ્લૂના 3 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.જેથી બંને સિવિલ હોસ્પિટલોમાં મળીને H1N1ના કુલ 20 દર્દીઓ નોંધાયા છે.

શરદી-ખાંસી અને તાવ સહિતના કેસો વધ્યા

ચોમાસાની સિઝનમાં ડેન્ગ્યુ, શરદી-ખાંસી અને તાવ સહિતના કેસોનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે.સોલા સિવિલમાં એક જ સપ્તાહમાં ડેન્ગ્યુના 809 શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાંથી 118 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અસારવા સિવિલમાં જૂન મહિનામાં ડેન્ગ્યુના 32 કેસ હતા જે વધીને ઓગસ્ટમાં 94 દર્દી સુધી પહોંચ્યા છે.અસારવા સિવિલમાં હિપેટાઈટિસના જુલાઈ માસમાં 174 કેસ હતા જે ઓગસ્ટમાં વધીને 194 થયા છે.સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલની OPDમાં માત્ર સાત દિવસમાં 21,903 દર્દીઓ અને IPDમાં 2,268 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.

સાદા મલેરિયાના જૂનમાં 7 કેસ હતા

અસારવા સિવિલના સૂત્રો મુજબ,સાદા મલેરિયાના જૂનમાં 7 કેસ હતા, જે 1લી ઓગસ્ટથી 1લી સપ્ટેમ્બર સુધીમાં વધીને 43 થયા છે. એ જ રીતે ઝેરી મલેરિયાના કેસ 2થી વધીને 13 થયા છે. વાયરલ તાવના કેસ 574થી વધીને 939, ટાઈફોઈડના અગાઉ 17 અને નવા 7 કેસ તથા ચિકનગુનિયાના ઓગસ્ટમાં 10 કેસ નોંધાયા છે. સોલા સિવિલના આંકડા અનુસાર, એક સપ્તાહમાં મલેરિયાના 1,377 શંકાસ્પદ સેમ્પલમાંથી 19 પોઝિટિવ આવ્યા છે, જ્યારે ચિકનગુનિયાના 11 શંકાસ્પદમાંથી એક પણ પોઝિટિવ નથી. આ ઉપરાંત, ઝાડા-ઉલટીના 18, વાયરલ હિપેટાઈટિસ Aનો 1 અને ટાઈફોઈડના 3 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય છતાં વરસાદની ખેંચ, ભર ચોમાસે ગરમીનો અહેસાસ