android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : મહેસાણામાં હોમગાર્ડ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડીંગ ઓફિસર રૂ.2000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો

calendar_todayJanuary 3, 2026

Ahmedabad News : મહેસાણામાં હોમગાર્ડ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડીંગ ઓફિસર રૂ.2000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો

આ કામે હકિકત એવી છે કે, ફરીયાદીએ હોમગાર્ડ યુનિટ વિસનગર ખાતેથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી કરવા સારૂ અરજી કરેલ. જે અરજી આધારે ફરીયાદીની હોમગાર્ડ યુનિટ વિસનગરથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી થયેલ. જે બદલીની ફાઈલના કાગળો આરોપીએ ફરિયાદીને આપવા સારૂ રૂ.2000ની લાંચની માંગણી કરી હતી.

એક જગ્યાએથી બીજી જગ્યા પર પોઈન્ટ ગોઠવવા બદલી કરી હતી

જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં આજ રોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનાહીત ગેરવર્તણુક કરી ગુનો કર્યો હતો.

લાંચે લેચા ઝડપાયેલ આરોપી

હરેશકુમાર મંગળદાસ રાઠોડ, ઇન્ચાર્જ ઓફીસર કમાન્ડીંગ, હોમગાર્ડ યુનિટ, વિસનગર જી.મહેસાણા

ગુનો બન્યા તારીખ- 03-01-2026

લાંચની માગણીની રકમ:- 2000

લાંચ સ્વીકારેલ રકમ:- 2000

ગુનાનું સ્થળ:-

આરોપીની ઓફીસમાં, તાલુકા સેવા સદન, વિસનગર તા.વિસનગર જી.મહેસાણા

ટ્રેપીંગ ઓફીસર:-

એચ.બી.ચાવડા

ફીલ્ડ પો.ઇન્સ. એ.સી.બી. ગાંધીનગર એકમ

સુપર વિઝન અધિકારી

એ.કે.પરમાર

મદદનીશ નિયામક

એ.સી.બી. ગાંધીનગર એકમ

ઇન્ચાર્જ અધિકારી :

હરેશ મેવાડા,

નાયબ નિયામક,

અમદાવાદ.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી