android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : કેનેડા જવાની ઘેલછા પડી ભારે, ફેક ઈન્ટરવ્યુ અને પરમિટના નામે યુવકની રૂ.28.57 લાખની મત્તા સફાચટ!

calendar_todaySeptember 2, 2026

Ahmedabad News : કેનેડા જવાની ઘેલછા પડી ભારે, ફેક ઈન્ટરવ્યુ અને પરમિટના નામે યુવકની રૂ.28.57 લાખની મત્તા સફાચટ!

અમદાવાદ શહેરમાં વિદેશમાં નોકરી અપાવવાના નામે યુવકોને જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવી લેતી ઠગટોળકીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના એક યુવકને કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવેલી જાણીતી 'જીરાફે ફૂડ કંપની' (Giraffe Food Company) માં આસિસ્ટન્ટ મેનેજર તરીકેની આકર્ષક નોકરી અપાવવાની લાલચ આપીને અજાણ્યા શખ્સોએ રૂ. 28.57 લાખની મોટી છેતરપિંડી આચરી છે. આ કેસમાં આરોપીઓએ પોતાની ઓળખ 'Indeed India Operations Private Limited' કંપનીના ઉચ્ચ અધિકારીઓ તરીકે આપીને યુવકનો સંપર્ક કર્યો હતો.

ટેલિફોનિક ઈન્ટરવ્યુ અને બોગસ ઓફર લેટર આપી આચર્યું કૌભાંડ

આરોપીઓએ યુવકનો વિશ્વાસ જીતવા માટે પ્રથમ ટેલિફોનિક ઈન્ટરવ્યુ લીધો હતો અને ત્યારબાદ કંપનીના નામે એક બનાવટી (ફેક) ઓફર લેટર ઈમેલ મારફતે મોકલ્યો હતો. ઓફર લેટર મળ્યા બાદ પ્રોસેસિંગના નામે ઠગબાજોએ ડૉક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ બોડી ચેકઅપ, રેસિડન્સી પરમિટ તેમજ અન્ય વિવિધ ચાર્જ બતાવીને અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 28,57,000 જમા કરાવી લીધા હતા.

નોકરી અને નાણાં બંને ન મળતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ

મોટી રકમ ચૂકવ્યા બાદ પણ લાંબા સમય સુધી કેનેડાના કોઈ વિઝા કે નોકરી અંગેનો સંતોષકારક જવાબ ન મળતાં યુવકને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. યુવકે પોતાના નાણાં પરત માગતાં આરોપીઓએ સંપર્ક કાપી નાખ્યો હતો. આખરે નોકરી કે નાણાં કંઈ પણ પરત ન મળતાં પીડિત યુવકે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી બેંક એકાઉન્ટ્સ અને ઈમેલ આઈડીના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો : Mahesana ભાવેશ ઝીલિયા હુમલા કાંડમાં મોટો ખુલાસો, કટોસણ ગેંગનું વર્ચસ્વ જમાવવા 3 મહિનાથી થતી હતી રેકી, 6 આરોપીઓ ગિરફ્તાર