calendar_todayJanuary 21, 2026
Ahmedabad News : આસારામ આશ્રમના દબાણો દૂર કરાશે, 32 એકમો સરકારી જગ્યા પર ઉભા કરાયા
અમદાવાદમાં આસારામ આશ્રમના દબાણ દૂર કરવામાં આવશે. આ દબાણો સરકારી જગ્યા પર થયેલા હોવાનું સામે આવ્યું છે. જેથી આ દબાણો દૂર કરવા માટે આશ્રમને નોટીસ આપવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. 32 એકમો પર દબાણો ઉભા કરી દેવાતા નોટીસ આપવામાં આવી છે.
32 એકમો દ્વારા ઇમ્પેક્ટની કરાઇ હતી અરજી
અમદાવાદ મહાનગર પાલિકાની લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે કહ્યું હતું કે, અમદાવાદમાં આસારામ આશ્રમના દબાણો દૂર કરવામાં આવશે. અહીં સરકારી જગ્યા પર 32 એકમો દ્વારા દબાણો કરવામાં આવ્યા હોવાથી નોટીસ આપવામાં આવી છે. આ 32 એકમો દ્વારા ઈમ્પેક્ટની અરજી કરવામાં આવી હતી. જે અરજી કોર્પોરેશન દ્વારા ના મંજૂર કરવામાં આવી હતી.
સ્પોર્સ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવા દબાણ દૂર કરાશે
આ અરજી ના મંજૂર થતાં ગુડામાં અરજી કરાઈ હતી. જેથી આ અરજીનો ઝડપથી નિકાલ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. હવે આ દબાણો દૂર કરીને તે જગ્યા પર સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. આ અરજીનો ઝડપથી નિકાલ થાય તે માટે કોર્પોરેશન દ્વારા એક ખાસ વકીલ રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ Rajkot News: નિષ્ઠુર પિતાએ ગળે ટૂંપો આપી પોતાના પાંચ વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો