calendar_todayJanuary 28, 2026
Ahmedabad News: કલેક્ટર કચેરીમાં આધારકાર્ડ બનાવવા માટે 32 હજારની લાંચ માંગનાર 3 ઝડપાયા
ગુજરાતમાં સરકારી કચેરીઓમાં લોકોના કામ કરવા માટે લાંચ માંગતા અધિકારીઓને પકડવા માટે એસીબી સક્રિય હોવા છતાં જાણે કોઈ ડર જ રહ્યો ના હોય તેમ કર્મચારીઓ લાંચ માંગી રહ્યા છે.અમદાવાદમાં આધાર કાર્ડ બનાવવા માટે લાંચ માંગનારા ત્રણ કર્મચારીઓ ઝડપાયા છે. આ ત્રણેય કર્મચારીઓ અમદાવાદ કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં કામ કરતા હતાં.
આધારકાર્ડ બનાવવા 32 હજારની લાંચ માંગી હતી
અમદાવાદ કલેક્ટર કચેરીના જન સેવા કેન્દ્રમાં કામ કરતાં ત્રણ કર્મચારીઓ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયાં છે. એસીબીએ પ્યુન, કોમ્પ્યુટર ઓપરેટર અને મધ્યસ્થી કરનારને ઝડપી પાડ્યા છે. આરોપીઓ 32 હજારની લાંચ લેતા આરોપીઓ રંગેહાથ ઝડપાયા છે. એસીબીના હાથે કરાર આધારિત પ્યુન દિલીપ પંચોલી, કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી અને મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર સંદીપ પ્રજાપતિને ઝડપી લેવામાં આવ્યા છે.