android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : રખિયાલ પોલીસ ઊંઘતી રહી ને સ્ટેટ મોનિટરિંગ સેલે પાડી રેડ! રૂ. 36.15 લાખના મુદ્દામાલ સાથે દારૂનો મોટો ખેપ જપ્ત

calendar_todayOctober 25, 2026

Ahmedabad News : રખિયાલ પોલીસ ઊંઘતી રહી ને સ્ટેટ મોનિટરિંગ સેલે પાડી રેડ! રૂ. 36.15 લાખના મુદ્દામાલ સાથે દારૂનો મોટો ખેપ જપ્ત

રાજ્યમાં નશાબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે એક મોટી સફળતા હાસિલ કરી છે. રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મીનારા મુવાડા/મીઠાના મુવાડા પાસે ગુપ્ત બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે સચોટ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી રહેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેનાથી બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

3,959 દારૂની બોટલો અને વાહન મળી રૂ. 36.15 લાખનો મુદ્દામાલ જપ્ત

SMC ની ટીમે કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને સ્થળ પરથી દારૂની નાના-મોટી કુલ 3,959 બોટલો કબ્જે કરી હતી. દારૂનો જથ્થો અને તેની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો સહિત કુલ રૂ. 36.15 લાખ નો માતબર મુદ્દામાલ સત્તાવાર રીતે જપ્ત કરવામાં આવ્યો છે. દારૂનો આટલો મોટો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

કાર ચાલક સહિત 4 આરોપીઓ વોન્ટેડ

આ સફળ કામગીરી બાદ પણ સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહેલા કાર ચાલક સહિત કુલ 4 આરોપીઓ વિરુદ્ધ વોન્ટેડ જાહેર કરી તેમની સામે કાયદાકીય શિકંજો કસવામાં આવ્યો છે. સમગ્ર મામલે રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. SMC અને પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Ahmedabadના મોટેરામાં વૃદ્ધ દંપતીનો રૂ. 60 લાખનો ફ્લેટ પચાવી પાડ્યો, 4 ભાડૂઆતો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ!