android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: આર્ટ ઓફ લિવિંગ દ્વારા 4 જિલ્લાના 'અનસંગ એવરીડે હીરોઝ'નું ભવ્ય સન્માન, શ્રી શ્રી રવિશંકરજીના 70મા જન્મદિવસની અનોખી ઉજવણી

calendar_todayMay 3, 2026

Ahmedabad News: આર્ટ ઓફ લિવિંગ દ્વારા 4 જિલ્લાના 'અનસંગ એવરીડે હીરોઝ'નું ભવ્ય સન્માન, શ્રી શ્રી રવિશંકરજીના 70મા જન્મદિવસની અનોખી ઉજવણી

આર્ટ ઓફ લિવિંગ દ્વારા અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે ‘અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ્સ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આધ્યાત્મિક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજીના 70મા જન્મદિવસ અને સંસ્થાના 45 વર્ષના સેવાયજ્ઞની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના તેજસ્વી રત્નોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય અમિત ઠાકર અને વરિષ્ઠ IAS અધિકારી બંછાનિધિ પાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નિઃસ્વાર્થ ભાવે સમાજ સેવા કરતા ગ્રાસરૂટ્સ પરિવર્તનકારોને બિરદાવવામાં આવ્યા હતા.

એવોર્ડ વિજેતાઓની યાદી

1 યુથ લીડરશિપ એવોર્ડ

  • રવિન્દ્ર રાજ બી.એમ. (અમદાવાદ): સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે રિયૂઝેબલ રૉકેટ ટેક્નોલોજી દ્વારા ભારતનું નામ રોશન કરવા બદલ.

2 સ્પોર્ટ્સ એક્સેલન્સ એવોર્ડ:

  • રચના પટેલ (અમદાવાદ): આંતરરાષ્ટ્રીય પેરા બેડમિન્ટન અને પ્લેન્ક રેકોર્ડ ધારક.
  • જાનકીબા ડોડિયા (સુરેન્દ્રનગર): 40 વર્ષની ઉંમરે રાઇફલ શૂટિંગમાં રાષ્ટ્રીય ઓળખ ઊભી કરવા બદલ.
  • રાધાપ્રિયા ગોયલ (ગાંધીનગર): આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસમાં મેડલ્સ જીતી દેશનું પ્રતિનિધિત્વ કરવા બદલ.

3 બિઝનેસ અને ફિલાન્થ્રોપી એવોર્ડ:

  • હરીશભાઈ પટેલ (અમદાવાદ): આર.એમ.એસ. હોસ્પિટલ દ્વારા જરૂરિયાતમંદોને નિઃશુલ્ક આરોગ્ય સેવા આપવા બદલ.
  • કુલદીપસિંહ જાડેજા (સુરેન્દ્રનગર): ‘ગૌકૃપા મિલ્ક’ દ્વારા ગ્રામ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા બદલ.
  • મનુભાઈ ચોક્સી પટેલ (મહેસાણા): 40 વર્ષથી શિક્ષણ અને સામાજિક સેવા ક્ષેત્રે અપ્રતિમ યોગદાન માટે.
  • ડૉ. મિનોલ અમીન (ગાંધીનગર): ‘ગ્રીન આર્મી’ પ્રોજેક્ટ દ્વારા બાળકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવા બદલ.

કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જાળવણીનો સંદેશ આપતા 'સૅપ્લિંગ વોટરિંગ' (છોડને પાણી પાવાની) વિધિ કરવામાં આવી હતી. આ એવોર્ડ પ્રક્રિયા ખૂબ જ પારદર્શક રીતે જ્યુરી દ્વારા કરવામાં આવી હતી. શ્રી શ્રી રવિશંકરજીના ‘સેવા અને કરૂણા’ના સંદેશને સાર્થક કરતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો - Ahmedabad News: આપઘાત કરનાર દીકરીને ન્યાય અપાવવા રાજસ્થાનથી આવ્યો સમાજ, વાસણા પોલીસ સ્ટેશન બહાર ધરણાં