calendar_todayMarch 29, 2026
Ahmedabad News: સરખેજમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, ખોટા બિલની આડમાં લઈ જવાતી 4401 બોટલો પોલીસે જપ્ત કરી
અમદાવાદ શહેરમાં દારૂબંધીના અમલ વચ્ચે સરખેજ પોલીસે બાતમીના આધારે રેડ કરીને વિદેશી દારૂનું મોટું નેટવર્ક ઝડપી લીધું છે. શાતિર બુટલેગરો દ્વારા કાયદેસરના માલના ખોટા બિલો બનાવી તેની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી, જેનો પર્દાફાશ પોલીસે કર્યો છે.
4401 બોટલોનો જથ્થો જપ્ત
સરખેજ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, એક વાહનમાં શંકાસ્પદ જથ્થો પસાર થઈ રહ્યો છે. પોલીસે વોચ ગોઠવીને તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 4401 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બુટલેગરોએ ખોટા બિલોનો સહારો લીધો હતો, પરંતુ પોલીસની સતર્કતા સામે તેમની આ યુક્તિ નિષ્ફળ રહી હતી.
5.83 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસે દારૂની બોટલો સહિત કુલ 5.83 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સરખેજ પોલીસની આ કાર્યવાહીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો - Ahmedabad: સરખેજમાં 8 મહિનાથી બંધ પડેલી મર્સિડીઝ કારમાંથી મળ્યો 40 વર્ષીય યુવાનનો મૃતદેહ મળ્યો