android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : 5 વર્ષથી ફરાર પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે મણિનગરમાંથી દબોચ્યો

calendar_todayAugust 14, 2026

Ahmedabad News : 5 વર્ષથી ફરાર પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે મણિનગરમાંથી દબોચ્યો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ કામગીરી કરીને ખોખરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે મણિનગર વિસ્તારમાંથી જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ ચાવડા નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે. આરોપી સામે વર્ષ 2021માં ખોખરા પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો, ત્યારથી તે પોલીસ પકડથી દૂર ભાગતો ફરતો હતો.

મૂળ વિજાપુરના વસઈ ગામનો રહેવાસી

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ ચાવડા મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વસઈ ગામનો વતની છે. અમદાવાદમાં તે ખોખરા વિસ્તારમાં આવેલી નાણાવટીની ચાલી ખાતે રહેતો હતો અને સ્થાનિક વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હતો. લાંબા સમયથી ફરાર આ આરોપી અંગે ગુપ્ત માહિતી મળતા જ ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવીને તેને મણિનગર ખાતેથી ઝડપી લીધો હતો.

7 વખત પાસા અને 5થી વધુ ગુનાનો હિસ્ટ્રીશીટર

પકડાયેલા આરોપી જીતેન્દ્રસિંહનો ગુનાહિત ઈતિહાસ ખૂબ જ જૂનો અને ગંભીર રહ્યો છે. તેની સામે અગાઉ પણ ખોખરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સહિતના 5 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વધુમાં, તેની સતત ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે વર્ષ 2003થી 2022 દરમિયાન કુલ 7 વખત તેની સામે પાસા (PASA) હેઠળ કડક કાર્યવાહી પણ કરવામાં આવી ચૂકી છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખોખરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો : Bharuchમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી: અચાનક આવ્યો વાતાવરણમાં પલટો!