android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: રાજ્યમાં છેલ્લા 5 વર્ષના POCSO કેસોના આંકડાએ વધાર્યો ગુનેગારોમાં કાયદાનો ખોફ!

calendar_todaySeptember 10, 2026

Ahmedabad News: રાજ્યમાં છેલ્લા 5 વર્ષના POCSO કેસોના આંકડાએ વધાર્યો ગુનેગારોમાં કાયદાનો ખોફ!

ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા અને સલામતીને સર્વોપરી ગણીને રાજ્ય સરકાર દ્વારા પોક્સો કેસોમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.આ નીતિ અંતર્ગત રાજ્યભરમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના પરિણામે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. સરકારના આ અભિગમને કારણે ગુનાખોરી પર અંકુશ લાવવામાં અને પીડિત પરિવારને ઝડપથી ન્યાય અપાવવામાં મોટી સફળતા મળી રહી છે.રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો કુલ 1785 પોક્સો કેસોમાં કોર્ટ દ્વારા મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ આપવામાં આવ્યા છે.

241 આરોપીઓને આજીવન કેદની સજા

આ કેસોમાં કસૂરવાર ઠરેલા ગુનેગારો સામે કોર્ટે સખત વલણ અપનાવ્યું છે જેના પરિણામે 908 આરોપીઓને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.જ્યારે 16 કુખ્યાત આરોપીઓને ફાંસીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.આ અપરાધો આચરનારાઓ સામે ન્યાયતંત્રની કડકાઈ સમાજમાં દીકરીઓની સુરક્ષા માટે એક મજબૂત ઢાલ સાબિત થઈ રહી છે.વર્ષ 2026ની સ્થિતિની વાત કરીએ તો ચાલુ વર્ષના પ્રથમ 8 મહિનામાં જ પોક્સો કેસો અંતર્ગત 346 મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ આવ્યા છે. જેમાંથી 241 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 

ઓગસ્ટ મહિનામાં જ 48 કેસોમાં ચુકાદાઓ આવ્યા

તાજેતરના ઓગસ્ટ મહિનામાં જ 48 કેસોમાં ચુકાદાઓ આવ્યા હતા.જેમાંથી 35 આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવી છે.આ ઝડપી અને સચોટ ન્યાય પ્રક્રિયા દર્શાવે છે કે સરકાર અને તંત્ર ગુનેગારોને બક્ષવાના મૂડમાં નથી.આ ગંભીર મુદ્દે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં જણાવ્યું છે કે, રાજ્યની દીકરીઓ પર કુદ્રષ્ટિ કરનાર કે અઘટિત કૃત્ય આચરનાર કોઈપણ શખ્સ સામે જરાય દયા દાખવવામાં આવશે નહીં. સરકારનું આ સ્પષ્ટ વલણ અને કાનૂની તંત્રની સક્રિયતા એ વાતની ખાતરી આપે છે કે ગુજરાતમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના અપરાધો સામે કાયદાનો હાથ હંમેશાં લાંબો અને મજબૂત રહેશે.

આ પણ વાંચોઃ Gandhinagar News: રોટલો ખાધા વિના જ કાટમાળમાં દટાયા શ્રમિકો, ઘટનાસ્થળે વેરવિખેર દેખાયા ટિફિન અને થાળી