android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News:શહેરમાં 9 મહિનામાં કૂતરાં કરડવાના 65313 કેસ નોંધાયા, ખસીકરણ પાછળ 7 વર્ષમાં 18 કરોડનું આંધણ

calendar_todayOctober 25, 2026

Ahmedabad News:શહેરમાં 9 મહિનામાં કૂતરાં કરડવાના 65313 કેસ નોંધાયા, ખસીકરણ પાછળ 7 વર્ષમાં 18 કરોડનું આંધણ

અમદાવાદ શહેરમાં રખડતાં શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને શહેરને રેબીસ ફ્રી બનાવવાની મોટી જાહેરાત કરવામાં આવી હતી,પરંતુ વાસ્તવિક આંકડા તદ્દન વિપરીત સ્થિતિ દર્શાવે છે.ચાલુ વર્ષ દરમિયાન માત્ર નવ મહિનામાં જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બરના અંત સુધીમાં શહેરમાં રખડતાં કૂતરાં કરડવાના કુલ 65,313 કેસ સત્તાવાર રીતે ચોપડે નોંધાયા છે.આ આંકડો સ્પષ્ટ કરે છે કે પ્રતિદિન મોટી સંખ્યામાં લોકો શ્વાન કરડવાનો ભોગ બની રહ્યા છે.લોકોને કૂતરા કરડવાની સાથે બિલાડી કરડવાના પણ 5747 કેસ નોંધાયા છે. 

રખડતાં કૂતરાંની નવી વસતી ગણતરી શરૂ કરવામાં આવી

છેલ્લા સાત વર્ષના સમયગાળામાં તંત્ર દ્વારા 1,96,894 જેટલાં રખડતાં કૂતરાંનું મોટા પાયે ખસીકરણ કરવામાં આવ્યું હોવા છતાં કરડવાના બનાવો અટકવાનું નામ લેતા નથી.આટલી મોટી સંખ્યામાં ખસીકરણની કામગીરી પૂર્ણ થયા પછી પણ રખડતાં શ્વાન કરડવાના કેસો આટલા મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા હોવાથી કોમનવેલ્થ ગેમ્સ પહેલાં અમદાવાદ શહેર સંપૂર્ણ રેબીસ-ફ્રી બની જાય તેવી કોઈ શક્યતા કે સંભાવના દેખાતી નથી.શહેરમાં રખડતાં શ્વાનની સંખ્યા નિયંત્રિત કરવા માટે કોર્પોરેશનના સી.એન.સી.ડી. વિભાગ દ્વારા વસતી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી છે.અગાઉના આંકડા તપાસીએ તો વર્ષ 2019માં અમદાવાદ શહેરમાં અંદાજે 2.10 લાખ જેટલાં રખડતાં કૂતરાં હોવાનો અંદાજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવ્યો હતો.આ અંદાજ બાદ વર્ષ 2026માં કોર્પોરેશનના સી.એન.સી.ડી.વિભાગ તરફથી શહેરમાં રખડતાં કૂતરાંની નવી વસતી ગણતરી શરૂ કરવામાં આવી છે.

કૂતરા કરડવાના કેસ

સાત વર્ષમાં લગભગ બે લાખ શ્વાનનું ખસીકરણ

વર્ષ 2019ના આશરે 2.10 લાખના અંદાજ પછી સાત વર્ષમાં લગભગ બે લાખ શ્વાનનું ખસીકરણ કરાયું હોવા છતાં શેરીઓમાં શ્વાનની વસ્તી અને તેમનો આતંક ઓછો થયો નથી.તેથી જ સી.એન.સી.ડી. વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ ગણતરીથી વાસ્તવિક પરિસ્થિતિ સામે આવશે.જોકે ગણતરી અને ખસીકરણના આ પ્રયાસો વચ્ચે પણ દૈનિક ધોરણે નોંધાતા હજારો કેસો તંત્રની કામગીરીની અસરકારકતા સામે ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે.વર્ષ 2021થી કોર્પોરેશન દ્વારા એજન્સીઓને પ્રતિ કૂતરા દીઠ ખસીકરણ, ખોરાક અને સંભાળ પેટે રૂ. 776.50 ચૂકવવામાં આવતા હતા. એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ-2023 અંતર્ગત આ રકમ વધારીને હાલમાં પ્રતિ શ્વાન દીઠ રૂ.1,650 કરવામાં આવી છે. આટલી મોટી રકમ ખર્ચવા છતાં અને 1.96 લાખથી વધુ ખસીકરણ છતાં કેસો ઘટતા ન હોવાથી શહેર રેબીસ-મુક્ત બનવું મુશ્કેલ છે.

આ પણ વાંચોઃ Mahesana : પાંચોટ પ્રાથમિક કન્યા શાળાના મુખ્ય શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો