android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : 90 કરોડના ખર્ચે તૈયાર થયેલા સતાધાર ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

calendar_todayMarch 29, 2026

Ahmedabad News : 90 કરોડના ખર્ચે તૈયાર થયેલા સતાધાર ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.નારણપુરાથી સોલા સાયન્સ સિટી તરફના રોડ પર સતાધાર ચાર રસ્તા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે રૂપિયા 90 કરોડના ખર્ચે ફોરલેન ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે.

સતાધાર ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું

સતાધાર જંક્શન પર ફ્લાયઓવર બનાવવાનું સૂચન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ઓવરબ્રિજનો માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 936 મીટર લંબાઈ અને16.60 મીટર પહોળાઈ ધરાવતો આ ફ્લાયઓવર બ્રિજ બનતાં ટ્રાફિકની સમસ્યામાં ખૂબ મોટી રાહત મળશે.

ભારતને આગળ લાવવા PM એ હંમેશા પ્રયાસ કર્યા.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અહીંયા બેઠેલા બધા શરૂઆતથી મારી સાથે છે. સફરમાં બધાએ સાથે રહી આગળ વધવાનું હોય. પાર્ટી મોટી થાય અને કામ હોય. કેટલીય પાર્ટમાંથી લોકો ભાજપમાં આવે છે. આપણે તો જેવા છે એવા લઈએ. ભારતને આગળ લાવવા PM એ હંમેશા પ્રયાસ કર્યા. મોટા મોટા દેશો અત્યારથી થાકી ગયા છે. બે દિવસ અફવાથી પેટ્રોલ માટે લાઇન લાગી. આપણે એટલું પેટ્રોલ આપ્યું આજે લાઇન જ નથી.

રાજ્યને તકલીફ ન પડે એનું ધ્યાને કેન્દ્ર રાખે છે

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોઈ રાજ્યને તકલીફ ન પડે એનું ધ્યાને કેન્દ્ર રાખે છે. મોટા મોટા દેશોમાં પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારો થયો છે. PM મોદીએ નાના લોકોનો વિચાર કર્યો છે. આપણે પેટ્રોલ ડીઝલ ભાવ વધવા ન દીધા. એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાનો મક્કમ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી નવલોકાર્પિત ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થઈને તેમના આગામી કાર્યક્રમ માટે રવાના થયા હતા. ઓવરબ્રિજ માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Valsad News : પારડીના ઉમરસાડીમાં 12 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા વોક વે બ્રિજનું લોકાર્પણ