android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : સત્તાનો દુરૂપયોગ કરી રૂપિયા ઘર ભેગા કરાતા તત્કાલિન સરપંચ અને તલાટી કમ મંત્રી સામે ACBએ નોંધ્યો ગુનો

calendar_todayMarch 26, 2026

Ahmedabad News : સત્તાનો દુરૂપયોગ કરી રૂપિયા ઘર ભેગા કરાતા તત્કાલિન સરપંચ અને તલાટી કમ મંત્રી સામે ACBએ નોંધ્યો ગુનો

અમદાવાદના દસ્ક્રોઇ તાલુકાના ગામ-ધામતવાણ ગ્રામ પંચાયતના વર્ષ-૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ તથા ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષમાં પંચાયતના સ્વભંડોળની આવક માંથી (૧) માટી પુરાણ હેડે થયેલ ખર્ચ (૨) પાણી પુરવઠા/વાટા હેડે થયેલ ખર્ચ (૩) ઉત્સવ ઉજવણી હેડે થયેલ ખર્ચ (૪) પગાર હેડે થયેલ ખર્ચ માં નાણાંકિય અનિયમિતતા થયેલ હોવાનું જણાયેલ. ઉપરોક્ત કામોમાં ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ ખર્ચ બાબતે કોઇ ઠરાવ કે તાંત્રિક મંજુરી લેવામાં આવેલ નહી.

ગ્રામ પંચાયત દ્વારા કોઇ રેકર્ડ નિભાવવામાં આવ્યા નથી

તેમજ આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા કોઇ રેકર્ડ નિભાવવામાં આવેલ નહી, તેમજ ગ્રામ પંચાયતના કર્મચારીઓને માસીક પગાર ચુક્વણી તેમના બેંક એકાઉન્ટ માં કરવાની જગ્યાએ તમામનો પગાર ગામના વી.સી.ઇ ના નામે બેરર ચેક થી આકારવામાં આવેલ. આમ, તત્કાલિન સરપંચ રેખાબેન સંજયભાઇ પારેખ તથા તત્કાલિન તલાટી કમ મંત્રી હરપાલસિંહ વાઘેલા નાઓએ એકબીજાનાં મેળાપીપણાંથી પોતાના હોદ્દાની રૂએ મળેલ સત્તાનો દુરૂપયોગ કરી સરકારી નાણાં રૂ.૧,૫૫,૨૩,૪૨૦/- ની ગેરરિતી કરી રકમ પોતાના અંગત ઉપયોગ માં લઇ અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરી ગુનો કર્યા બાબત.

ફરીયાદી અને આરોપીની વિગત

ફરીયાદી- એન.એન.જાદવ, પોલીસ ઇન્સપેકટર, અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.

આરોપી

01- રેખાબેન સંજયકુમાર પારેખ, તત્કાલિન સરપંચ, ધામતવાણ ગ્રામ પંચાયત, તા-દસ્ક્રોઇ, જી-અમદાવાદ, રહે. ધામતવાણ, તા-દસ્ક્રોઇ, જી-અમદાવાદ

02- હરપાલસિંહ વાઘેલા, તત્કાલિન તલાટી કમ મંત્રી, ધામતવાણ ગ્રામ પંચાયત, તા-દસ્ક્રોઇ, જી-અમદાવાદ

ગુનો દાખલ કર્યા તારીખ :- તા.૨૫/૦૩/૨૦૨૬

ગુનાનુ સ્થળ :- મોજે. ધામતવાણ ગ્રામ પંચાયત, તા-દસ્ક્રોઇ, જી-અમદાવાદ


આ પણ વાંચો : Surendranagar News : વિરાસત અને આધુનિકતાનાં અનોખા સંગમરૂપે ગુજરાતના પથ્થરોમાં પ્રાણ ફૂંકતી ધ્રાંગધ્રાની 'સાપ્તી' સંસ્થા