android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : સેવન્થ-ડે સ્કૂલ હુમલો, ACP કૃણાલ દેસાઇએ તપાસનો ધમધમાટ તેજ કર્યો

calendar_todayFebruary 7, 2026

Ahmedabad News : સેવન્થ-ડે સ્કૂલ હુમલો, ACP કૃણાલ દેસાઇએ તપાસનો ધમધમાટ તેજ કર્યો

અમદાવાદની જાણીતી સેવન્થ-ડે સ્કૂલમાં તાજેતરમાં બનેલી હુમલાની ઘટનાને પગલે વાલીઓ અને શિક્ષણ જગતમાં ફફડાટ વ્યાપ્યો છે. આ ગંભીર મામલે એસીપી (ACP) કૃણાલ દેસાઇએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, હુમલો કરનાર શખ્સ સગીર હોવાથી તેની સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસરની ખાસ ઉપસ્થિતિમાં અસરગ્રસ્ત બાળકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. પોલીસે આ મામલે સગીરના માતા-પિતા સાથે પણ વાતચીત કરી છે, જેમાં તેઓએ આ ઘટનાની કબૂલાત કરી છે અને પોતાના બાળકોને કડક ઠપકો આપવાની ખાતરી આપી છે.

શાળામાં લોહિયાળ ખેલ?

આ કેસમાં સૌથી મહત્વનો મુદ્દો હુમલામાં વપરાયેલા હથિયારનો છે. હુમલા દરમિયાન બ્લેડ જેવા તીક્ષ્ણ સાધનનો ઉપયોગ થયો હતો કે નહીં, તે સ્પષ્ટ કરવા માટે પોલીસ હવે FSL (Forensic Science Laboratory)ની મદદ લઈ રહી છે. એસીપીએ વધુમાં ઉમેર્યું હતું કે, બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળા પ્રશાસન સાથે પણ પરામર્શ કરવામાં આવશે. હાલમાં તમામ પક્ષોના નિવેદનો અને ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ ચાલી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને જવાબદારો સામે યોગ્ય પગલાં ભરી શકાય.

આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગર ચેરિટી કમિશનરનો મોટો નિર્ણય, મહુડી મંદિર વિવાદમાં ચુકાદો રખાયો અનામત