android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: AMC કમિશનરની કડક કાર્યવાહી, ફરજમાં બેદરકારી અને ગેરહાજરી મુદ્દે એડિશનલ સિટી ઇજનેર સહિત 13 અધિકારીઓને ફટકારી નોટિસ

calendar_todayMay 8, 2026

Ahmedabad News: AMC કમિશનરની કડક કાર્યવાહી, ફરજમાં બેદરકારી અને ગેરહાજરી મુદ્દે એડિશનલ સિટી ઇજનેર સહિત 13 અધિકારીઓને ફટકારી નોટિસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વહીવટી તંત્રમાં શિસ્ત અને જવાબદારી જાળવી રાખવા માટે મ્યુનિસિપલ કમિશનરે કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા એક મહિનામાં ફરજમાં બેદરકારી દાખવનાર અને નાગરિકો સાથે અયોગ્ય વર્તન કરનાર એડિશનલ સિટી ઇજનેર સહિત કુલ 13 અધિકારી-કર્મચારીઓને કારણદર્શક (Show Cause) નોટિસ ફટકારવામાં આવી છે.

આ વિભાગોના અધિકારીઓ રડારમાં

કમિશનર દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહીમાં મુખ્યત્વે ઉત્તર ઝોન, લાઈટ વિભાગ અને સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે. નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ ન લાવવું, ઓફિસ સમય દરમિયાન ગેરહાજર રહેવું અને લોકો સાથે ઉદ્ધત વર્તન કરવા બદલ આ નોટિસો આપવામાં આવી છે.

નોટિસ પાઠવવામાં આવેલા મુખ્ય અધિકારીઓની યાદી

  • ગોપાલ પટેલ: એડિશનલ સિટી ઇજનેર, ઉત્તર ઝોન
  • દિલીપ પ્રજાપતિ: આસિસ્ટન્ટ ઇજનેર, ઉત્તર ઝોન
  • કિરીટભાઈ: ડેપ્યુટી સિટી ઇજનેર, લાઈટ વિભાગ
  • સંજય જેઠવા: આસિસ્ટન્ટ સિટી ઇજનેર, લાઈટ વિભાગ
  • હિતેન્દ્રસિંહ સોલંકી: આસિસ્ટન્ટ ઇજનેર, લાઇટ વિભાગ
  • પ્રવીણ સાવલિયા: આસિસ્ટન્ટ મેનેજર, સેન્ટ્રલ ઓફિસ
  • નવીનભાઈ વાઘેલા: નોંધણીદાર, જન્મ-મરણ વિભાગ

એક મહિનામાં ખુલાસો માંગ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આ તમામ 13 કર્મચારીઓ પાસેથી નિયત સમયમાં ખુલાસો માંગ્યો છે. જો અધિકારીઓનો જવાબ સંતોષકારક નહીં હોય, તો તેમની સામે ખાતાકીય તપાસ અને કડક દંડાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે. કમિશનરની આ આક્રમક કાર્યવાહીથી મનપાના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. 'ઝીરો ટોલરન્સ' ની નીતિ સાથે વહીવટ સુધારવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.


આ પણ વાંચો - Ahmedabad News: હાઈકોર્ટના આદેશ બાદ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન નોંધાયા