android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: AMCનો પેટ્રોલ અને ડીઝલનો વાર્ષિક ખર્ચ 16 કરોડ, હવે ઈંધણ બચાવવા હવે ડિજિટલ મીટિંગ

calendar_todayMay 13, 2026

Ahmedabad News: AMCનો પેટ્રોલ અને ડીઝલનો વાર્ષિક ખર્ચ 16 કરોડ, હવે ઈંધણ બચાવવા હવે ડિજિટલ મીટિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના વિવિધ વિભાગોના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ પાછળ વર્ષે અંદાજે 16.53 કરોડથી વધુ ખર્ચ કરે છે.તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈધણ બચત માટે વર્ક ફ્રોમ હોમ,ઓનલાઈન મીટિંગ્સ, મેટ્રો અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવાની અપીલ કર્યા બાદ AMCમાં પણ ઈધણ વપરાશ ઘટાડવા માટે ડિજિટલ મીટિંગ્સને પ્રાથમિકતા આપવાની ચર્ચા શરૂ થઈ છે.

કુલ 5100 લિટર ઈંધણનો વપરાશ થાય છે

હાલમાં AMCના જમાલપુર એસ.ટી. ડેપો નજીક આવેલા સેન્ટ્રલ વર્કશોપમાંથી કોર્પોરેશનના વિવિધ વિભાગોના વાહનોમાં ઈધણ ભરવામાં આવે છે.વિભાગીય માહિતી મુજબ રોજ સરેરાશ 100 લિટર પેટ્રોલ અને 5000 લિટર ડીઝલ એમ કુલ 5100 લિટર ઈંધણનો વપરાશ થાય છે.કોર્પોરેશને અનેક વાહનોને CNG આધારિત બનાવ્યા છે અને ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ પણ વધાર્યો છે. તેમ છતાં મોટરકારો સહિતના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલનો નોંધપાત્ર વપરાશ યથાવત છે.આ અંદાજ મુજબ વર્ષે આશરે 36000 લિટર પેટ્રોલ અને 1800000 લિટર ડીઝલ વપરાય છે.

 મ્યુનિસિપલ તિજોરી પરનો ખર્ચ ઘટાડવામાં મદદ

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા AMCને બલ્ક દરે પેટ્રોલ પ્રતિ લિટર રૂ.92 અને ડીઝલ પ્રતિ લિટર રૂ.90ના દરે સપ્લાય કરવામાં આવે છે.તેના આધારે પેટ્રોલ પાછળ વર્ષે આશરે 33.12 લાખ અને ડીઝલ પાછળ રૂ.16.20 કરોડનો ખર્ચ થાય છે.આમ કુલ વાર્ષિક ઈંધણ ખર્ચ રૂ.16.53 કરોડને પાર કરે છે.આ ઉપરાંત કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં આઉટસોર્સ વાહનોનો પણ ઉપયોગ થાય છે.જેના માટે પ્રતિ કિલોમીટરના આધારે ચૂકવણી કરવામાં આવે છે.AMC દ્વારા EV અને CNG વાહનોનો વ્યાપ વધારવાના પ્રયાસો ચાલુ હોવા છતાં પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા હજુ પણ ઊંચી છે.વહીવટી સ્તરે કાર પુલિંગ અને ઓનલાઈન મીટિંગ્સ જેવા ઉપાયો વધુ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવે તો મ્યુનિસિપલ તિજોરી પરનો ખર્ચ ઘટાડવામાં મદદ મળી શકે છે.

આ પણ વાંચોઃ Kutchના નલિયામાં પેટ્રોલ-ડીઝલ માટે હાડમારી, હાઈવે સુધી વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિકજામ