android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: AMCના 16 પ્લોટ અને 12 બસ ડેપોમાં પે એન્ડ પાર્ક શરૂ થશે

calendar_todaySeptember 4, 2026

Ahmedabad News: AMCના 16 પ્લોટ અને 12 બસ ડેપોમાં પે એન્ડ પાર્ક શરૂ થશે

અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સપ્ટેમ્બર-2021માં ડ્રાફ્ટ પાર્કિંગ પોલિસી મંજૂર કરાઈ હતી.મ્યુનિ.ની ડ્રાફ્ટ પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર-2021માં મંજૂરી અપાતા મ્યુનિ.દ્વારા પાર્કિંગ પોલિસીનો અમલ શરૂ કરાયો હતો.કમનસીબે અમ્યુકોનું અણઘડ આયોજન કહો કે સમયસર નિર્ણય લેવામાં વિલંબ,આ પાર્કિંગ પોલિસીના અમલનું 'ટાંય ટાંય ફિશ' થઈ જતાં આખરે AMCના 16 પ્લોટ તેમજ એએમટીએસ અને બીઆરટીએસની 12 ખુલ્લી જગ્યાઓમાં 'પે એન્ડ પાર્ક' પદ્ધતિથી વાહનો પાર્ક કરાવવા માટે ટેન્ડર બહાર પાડવાની ફરજ પડી છે. 

પ્રોપર્ટી ટેક્સ ભરવામાંથી માફી 

હોસ્પિટલ,મોલ સહિતનાં કોમર્શિયલ બિલ્ડિંગો પોતાના પાર્કિંગનો ઉપયોગ લોકો માટે કરવા સંમતિ આપે તો તેમને પાર્કિંગની જગ્યાના પ્રોપર્ટી ટેક્સ ભરવામાંથી માફી આપવાની જાહેરાત સામે માત્ર 35 જેટલા અરજદારોએ જ સંમતિ દર્શાવી હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.AMC દ્વારા જે સમયે ડ્રાફ્ટ પોલિસી મંજૂર કરાઈ એ સમયે નવું વાહન ખરીદતાં પહેલાં પાર્કિંગની જગ્યા હોવાનો પુરાવો રજૂ કરવો ફરજિયાત રાખવામાં આવ્યો હતો.જોકે, પછીથી સ્ટેન્ડિંગ કમિટીએ આ નિયમ રદ કર્યો હતો.આ ઉપરાંત ઝોનવાઇઝ પાર્કિંગ પોલિસીનો અમલ કરવાનો નિર્ણય કરાયો હતો. 

પાર્કિંગ

વાર્ષિક પાર્કિંગ પરમિટ આપવાની જોગવાઈ

રહેણાંક સોસાયટીઓની આસપાસના રસ્તાઓ,જાહેર માર્ગો અને પ્લોટમાં માસિક તેમજ વાર્ષિક પાર્કિંગ પરમિટ આપવાની જોગવાઈ કરાઈ હતી.રેવન્યુ શેરિંગ મોડેલ હેઠળ સિંધુભવન રોડ,રાજપથ-રંગોલી રોડ અને ઇસ્કોન-આંબલી રોડ ઉપર ‘પે એન્ડ પાર્ક’ના પાઇલટ પ્રોજેક્ટ એ સમયે શરૂ કરાયા હતા.5 વર્ષ પછી પણ વાહન પાર્કિંગની પરિસ્થિતિ સરળ બનવાના બદલે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જાય છે.અનેક રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં કોર્પોરેશનની ઝુંબેશની અસર જોવા મળતી નથી.અનેક બિલ્ડિંગોમાં મુલાકાતીને વાહનો બહાર રોડ પર જ પાર્ક કરવાની ફરજ પડાઈ રહી છે.

આ પણ વાંચોઃ Janmashtami 2026: દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું