android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: અમદાવાદમાં AQI 109 પર પહોંચ્યો, પ્રદૂષણ વધતાં થતાં શ્વાસના દર્દીઓ માટે જોખમ

calendar_todayOctober 26, 2026

Ahmedabad News: અમદાવાદમાં AQI 109 પર પહોંચ્યો, પ્રદૂષણ વધતાં થતાં શ્વાસના દર્દીઓ માટે જોખમ

અમદાવાદ શહેરમાં નવરાત્રિ અને ચોમાસાની મોસમ પૂર્ણ થતાં જ શિયાળાની શરૂઆતમાં વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધવા લાગ્યું છે.શહેરના જુદા જુદા વિસ્તારોના આંકડા જોતાં સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ 109 પર પહોંચી ગયો છે.જે દર્શાવે છે કે હાલની હવા મધ્યમ શ્રેણીમાં પ્રવેશી ચૂકી છે.સામાન્ય રીતે 50થી ઓછો ઈન્ડેક્સ સારો અને 51થી 100 સંતોષકારક ગણાય છે.પરંતુ 100 વટાવતાં જ શ્વાસના દર્દીઓ માટે જોખમ શરૂ થાય છે.હાલમાં રાયખડ અને સેટેલાઈટ જેવા વિસ્તારોમાં હવા પુઅર શ્રેણીની નજીક પહોંચી ગઈ છે, જેનાથી તંત્ર અને નાગરિકો માટે મોટો પડકાર ઊભો થયો છે.

બોપલ વિસ્તારમાં સૌથી ઓછો 83 ઈન્ડેક્સ નોંધાયો 

અમદાવાદ શહેરના મધ્ય ભાગમાં આવેલા રાયખડ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સૌથી વધુ 196 નોંધાયો છે.જે પુઅર એટલે કે ખરાબ હવા ધરાવતી શ્રેણી (201થી300)ની ખૂબ નજીક છે.આ ઉપરાંત વેસ્ટ ઝોનમાં આવેલા સેટેલાઈટ વિસ્તારમાં 168, પીરાણામાં 126 અને એરપોર્ટ વિસ્તારમાં 118 AQI નોંધાયો છે. રખિયાલ અને ચાંદખેડા બંને વિસ્તારોમાં ઈન્ડેક્સ 103 રહ્યો છે જ્યારે નવરંગપુરામાં 90 અને બોપલ વિસ્તારમાં સૌથી ઓછો 83 ઈન્ડેક્સ નોંધાયો છે.જ્યાં હવા પ્રમાણમાં શુદ્ધ છે.

અમદાવાદ એક્યૂઆઈ

હવા બગડવાથી શ્વાસના દર્દીઓ વધ્યા

ઠંડીની શરૂઆતમાં તાપમાન ઘટતાં જ વાહનોનો ધુમાડો અને ધૂળના કણો વાતાવરણમાં નીચે જમા થાય છે.જેના કારણે પ્રદૂષણમાં સડસડાટ વધારો થાય છે. આ પ્રદૂષિત હવાની સીધી અસર નાગરિકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે.તબીબોના જણાવ્યા અનુસાર, હવા બગડવાથી શ્વાસના દર્દીઓ, અસ્થમાથી પીડાતા લોકો, નાના બાળકો અને વૃદ્ધો માટે ગંભીર જોખમ ઊભું થાય છે. શહેરમાં વધી રહેલા પ્રદૂષણને કારણે હોસ્પિટલમાં પણ શ્વાસના દર્દીઓની ફરિયાદો વધારે સામે આવી છે.

આ પણ વાંચોઃ Surat News: મુસાફર દીઠ 45 પૈસા ચૂકવતા ટ્રેન અકસ્માતમાં 10 લાખનું વળતર મળશે