android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : અમદાવાદની હવામાં પ્રદૂષણ વધતું જાય છે, શહેરમાં AQI 200ને પાર પહોંચતા લોકોને શ્વાસ લેવામાં પડી શકે છે તકલીફ

calendar_todayJanuary 3, 2026

Ahmedabad News : અમદાવાદની હવામાં પ્રદૂષણ વધતું જાય છે, શહેરમાં AQI 200ને પાર પહોંચતા લોકોને શ્વાસ લેવામાં પડી શકે છે તકલીફ

શહેરમાં AQI 200ને પાર પહોચ્યોં છે અને ઇસનપુરમાં 216, શાંતિગ્રામમાં 201 AQI, બોડકદેવમાં 192, ચાંદખેડામાં 187 AQI, જુહાપુરામાં 188, ગ્યાસપુરમાં 189 AQI, ઘાટલોડિયામાં 191, રખિયાલમાં 184 AQI, બોપલમાં 190, સેટેલાઇટમાં 186 AQI, થલતેજમાં 193, ઉસમાનપુરામાં 191 AQI પહોંચ્યો છે.

શિયાળામાં પ્રદૂષણ તેના સર્વોચ્ચ સ્તરે હોય ત્યારે ફેફસાંના સ્વાસ્થ્યની અવગણના કરી શકાય નહી

એકંદરે ક્રોનિક ઓન્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી) કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના પછીના વર્ષોમાં આવા કેસમાં લગભગ ૩૦ ટકાનો વધારો થયો છે. હવે ૪૦થી ૫૦ વર્ષની વયના લોકોમાં પણ સીઓપીડીના લક્ષણો જોવા મળી રહ્યા છે, જેમાં સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતી જકડાઈ જવી અને થાક લાગવો વગેરે સામેલ છે. વાયુ પ્રદૂષણને કારણે ધુમ્રપાન નહિ કરનારા યુવાનોના કેસ પણ જોવા મળી રહ્યા છે.

નવેમ્બર મહિનામાં વર્લ્ડ સીઓપીડી અવેરનેસ મંથની ઉજવણી થાય છે

આ તબક્કે પલ્મોનોલોજિસ્ટનું કહેવું છે કે, લોકોએ જાગૃતિ, સમયસર ટેસ્ટિંગને પ્રાથમિકતા આપવી જોઈએ. વાયુ પ્રદૂષણને લીધે ગુજરાતમાં સીઓપીડી કેસમાં વધારો થયો છે. ડબ્લ્યુએચઓના મત મુજબ વિશ્વમાં લોકોના મૃત્યુ માટેના કારણમાં સીઓપીડી ચોથા ક્રમેથી હવે ત્રીજા ક્રમે આવી ગયું છે. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ સરળ, ઝડપી છે, જે વ્યક્તિના ફેફસાં હકીકતમાં કેટલી સારી રીતે કામ કરે છે તેની માહિતી આપે છે, ઘણા દર્દીઓ પરિસ્થિતિ વણસે અને ફેફસાંને પહેલેથી જ નુકસાન થઈ ગયું હોય ત્યારે જ આવે છે, વહેલા પીએફટી સ્ક્રીનિંગથી સીઓપીડીનું વહેલું નિદાન કરી શકાય છે, જેમ ડાયાબિટિસ મેનેજ કરીએ તેમ યોગ્ય દવાથી સીઓપીડીને કાર્યક્ષમ રીતે મેનેજ કરી શકીએ છીએ.

આ ટેસ્ટ હૃદયની સમસ્યાને રોકે છે

ડાયાબિટીસ અથવા કોલેસ્ટ્રોલ જેવી પરિસ્થિતિ કરતાં ફેફસાંના આરોગ્યને ઓછી ગંભીરતાથી લેવામાં આવે છે. શિયાળાની સિઝનમાં હવાની ગુણવત્તામાં તીવ્ર ઘટાડાને કારણે સમસ્યામાં વધારો થાય છે, ઠંડી હવા પ્રદૂષકોને જમીનને વધુ નજીક રોકી રહે છે, જેનાથી ધૂળ, ધુમાડો, રજકણો અને વાહનોમાંથી નીકળતાં ધુમાડાની માત્રા વધી જાય છે, જેને લોકો શ્વાસમાં લે છે. આ પ્રદૂષકો શ્વાસ નળીમાં બળતરા પેદાં કરે છે. ફેફસાંની ક્ષમતા ઘટાડે છે, અસ્થમા અને બોંકાઈટિસ જેવી બીમારીમાં વધારો કરે છે. ઘરની બહાર માસ્ક પહેરવું જોઈએ, પ્રદૂષણ વધુ હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ, જેથી ફેફસાં ઉપરનો તણાવ ઘટે છે.


આ પણ વાંચો : Kheda News : નડિયાદમાં કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વોનો આતંક, પીજ રોડ પર છાત્રાલયમાં મોડી રાત્રે કરાયો પથ્થરમારો