android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરના AQIમાં સુધારો કરાશે, જાણો AMC કેવી રીતે કરશે કામગીરી?

calendar_todayFebruary 6, 2026

Ahmedabad News : કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરના AQIમાં સુધારો કરાશે, જાણો AMC કેવી રીતે કરશે કામગીરી?

અમદાવાદમાં હવા પ્રદૂષણ મર્યાદા બહાર વધી રહ્યું છે. વાહનો અને બાંધકામ સાઈટોના કારણે એર પોલ્યુશનમાં વધારો થયો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ હાઈ લેવલ પર જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં AQI સુધારવા મહાનગર પાલિકા દ્વારા મથામણ શરૂ કરવામાં આવી છે. શહેરમાં 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ પહેલા એર ક્વોલિટી ઈન્ડેક્સ સુધારવા કામગીરી કરવામાં આવશે.

અમદાવાદમાં AQI સુધારવા AMCની મથામણ

અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સુધારવા માટે મહાનગર પાલિકા દ્વારા મથામણ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં આઇઆઇટી કાનપુર સાથે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરનો AQI સુધારવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. વર્ષ 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરની એર ક્વોલિટી સુધારવા કામગીરી કરવામાં આવશે. AI અને Near Real Time મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ થશે. અમદાવાદ શહેરના હોટ સ્પોટ ઓળખવામાં આવશે.મોનિટરિંગ ગ્રીડ, મોબાઈલ લેબનો ઉપયોગ કરાશે

આ પણ વાંચોઃ Patan News: રાધનપુરમાં વિક્રમ ઠાકોરને ચીમકી, તાકાત હોય તો ઉત્તર ગુજરાતમાં પોગ્રામ કરી બતાવો