calendar_todayJanuary 28, 2026
Ahmedabad News : ગુજરાત ATSએ ધરપકડ કરેલ આતંકી ફૈઝાન શેખ 12 દિવસના રિમાન્ડ પર, આતંકી કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરતો
ATSએ ધરપકડ બાદ આતંકીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે ફૈઝાન શેખના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, આરોપીએ મૂળ યૂપીના નામચીન લોકોનું લિસ્ટ બનાવ્યું હતું અને આતંકી કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરતો, જૈશ-એ-મોહમ્મદ, અલ-કાયદાની વિચારધારાથી આતંકી બન્યો હતા અને ગેરકાયદે હથિયારો,વિસ્ફોટક, દારૂગોળાનો જથ્થો મળ્યો હતો.
ATS દ્વારા ઝડપાયેલા આતંકીની સઘન પૂછપરછ કરાઈ
આતંકવાદી ષડયંત્ર કેસમાં નવસારીમાં દરજી કામ કરતા અને મૂળ યુપીના રહેવાસી ફૈઝાન શેખની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાના આતંકવાદી જૂથોની વિચારધારાઓથી કટ્ટરપંથી બન્યા પછી આતંકી ફૈઝાને ગેરકાયદેસર રીતે હથિયારો મેળવ્યા હતા. દિલ્હીના ૬ લોકોની હત્યાનો પ્લાન બનાવનારા આ યુવક પાસેથી રિવોલ્વર,દ કારતુસ, ઉર્દુ ભાષામાં ઉશ્કેરણી કરતું લખાણવાળું 29 પાનાનું સાહીત્ય મળી આવ્યું છે. આરોપી આતંકી અબુ બકરના સંપર્કમાં રહીને મોટા જેહાદી હુમલાની તૈયારીઓ કરતો હતો. આ સાથે આતંકીઓની ભારતથી કાશ્મીરને અલગ કરવાની યોજનામાં આરોપીઓ સામેલ હતો.
આરોપીએ ઈન્સ્ટા પર જૈશ મોહમંદના વીડિયો પોસ્ટ કર્યા હતા
ગુજરાત એટીએસએ બાતમી આધારે નવસારીની અકશા મસ્જીદ પાછળ આવેલા ઝારાવાડમાં ઓપરેશન કર્યું હતું. લગ્નની સીઝન હોવાથી ઉત્તરપ્રદેશના કેટલાક કારીગરો દરજીકામ માટે નવસારીમાં આવ્યા હતા. આ કારીગરોમાં ફૈઝાન સલમીન પર સામેલ હોવાની વિગતો પોલીસને મળી હતી. તે મોબાઈલ પર શંકાસ્પદ અને જેહાદી વીડિયો જોતો હોવાની અને આતંકી હુમલાની તૈયારી કરતો હોવાની વિગતો મળી હતી. ફૈઝાન સલમાનીના ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી કેટલાક જૈહાદી વીડિયો મળ્યા તેમજ કેટલાક લોકોના નામ સાથેની યાદી મળી હતી. આ યાદીની ઉપર દિલ્હીમાં રહેલાં લોકોની વાતો હતી. આ તમામ લોકોને મારી નાંખવાની વાત યાદીમાં લખી હતી.
દરજી કામ કરી માસિક 60 હજાર કમાતા ફૈઝાન પર શંકા હતી
ફૈઝાન નવસારીમાં ત્રણ ચાર મહીના દરજી કામ કરવા માટે અન્ય કારીગરો સાથે આવતો હતો. મહીને રૂ.૬૦ હજાર કમાતો ફૈઝાન અરબી વીડિયો જોતો હતો. વીડિયોના અવાજ પરથી કેટલાક કારીગરોને જાણ થઈ કે ફૈઝાન અરબી વીડિયો જોઈ રહ્યો છે. જ્યારે કોઈ તેની નજીક જાય ત્યારે તે વીડિયો બંધ કરી દેતો હતો. આતંકી ફૈઝાનની ધરપકડ બાદ તેના દ્વારા અબુ બકર સાથે થતી ચેટ તેમજ ટેલિગ્રામ ગ્રુપોમાં પ્રિમિયમ ટેલિગ્રામ એકાઉન્ટનો ઉપયોગ થતો હતો. ટેલિગ્રામ એકાઉન્ટ અત્યાર સુધીની તપાસમાં મળ્યા પણ પ્રિમિયમ ટેલિગ્રામ આરોપી પાસે કયાંથી આવ્યું તે તપાસનો વિષય છે.