android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાંથી દારૂની ખાલી બોટલો મળી, D બ્લોકના ધાબા પર જામતી હતી દારુની મહેફિલ ?

calendar_todayJanuary 28, 2026

Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાંથી દારૂની ખાલી બોટલો મળી, D બ્લોકના ધાબા પર જામતી હતી દારુની મહેફિલ ?

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના D બ્લોકના ધાબા પર દારુની મહેફિલ થયાનો આક્ષેપ વિધાર્થી દ્વારા કરવામાં આવ્યો છે, અંદાજિત 10થી વધુ વિદેશી દારુની ખાલી બોટલો મળી આવી છે, વિદેશી દારુની બોટલો મળતા સિક્યુરિટી સામે સવાલ ઉભા થયા છે, સિકયુરીટી છે તેમ છત્તા કઈ રીતે લોકો ધાબા સુધી પહોંચ્યા તે સવાલ છે.

ફરી ગુજરાત યુનિવર્સિટી આવી વિવાદમાં

શિક્ષણના ધામમાં મળી દારૂની બોટલો, ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી હોસ્ટેલના ધાબા પરથી દારૂની બોટલો મળી આવતા ખળભળાટ મચ્યો હતો, અગાઉ પણ પંડિત દિનદયાળની જન્મ જયંતી નિમિતે યોજાયેલ સફાઈ અભિયાન દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. હોસ્ટેલમાં 24 કલાક સિક્યુરિટી ગાર્ડ અને વોર્ડનની હાજરી હોવા છતાં લોકો કઈ રીતે ધાબા સુધી પહોંચ્યા હશે અને દારૂની મહેફિલ માણી હશે તેને લઈ સવાલ ઉભા થયા છે.

આ મુદ્દે હોસ્ટેલના વહીવટી તંત્ર સામે આકરા સવાલો ઉઠી રહ્યા છે

ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં છોકરા અને છોકરીઓની હોસ્ટેલ આવેલી છે અને રોજના હજારો વિધાર્થીઓ આ કેમ્પસમાં આવતા હોય છે, દારૂની બોટલો તો મળી આવી છે પરંતુ સત્તાધીશો દ્વારા આ મામલે કોઈ તપાસ કરવામાં આવી નથી અને પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી નથી, અગાઉ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના કેમ્પસમાં D બ્લોકની બાજુમાં ગાંજાના બે અલગ અલગ છોડ મળ્યા હતા, જેમાં એક 6.5 ફૂટનો છોડ હતો, જ્યારે અન્ય એક 5.5 ફૂટનો છોડ હતો.


આ પણ વાંચો : Surendranagar News : ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા 29 લાભાર્થીઓને 7.60 લાખની જામીનગીરી વગર લોનનું વિતરણ કરાયું