calendar_todayMay 8, 2026
Ahmedabad News: ટ્રાફિક વ્યવસ્થાની પોલ ખુદ ટ્રાફિક DCPએ ખોલી, નશેડીઓને કારણે અકસ્માતો વધી રહ્યાં છે
અમદાવાદમાં અકસ્માતો નિવારવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા સતત ડ્રાઈવ યોજવામાં આવે છે. શહેરમાં પૂર્વ વિસ્તારમાં અકસ્માતના બનાવોમાં ત્રણ મોતના કેસ સામે આવ્યાં છે. નિકોલ, વટવા અને સીટીએમ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. ત્યારે અકસ્માતની ઘટનાઓને લઈને અમદાવાદના ટ્રાફિક ડીસીપી દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. ટ્રાફિક ડીસીપીનું કહેવું છે કે, નશેડીઓને કારણે અકસ્માતો વધી રહ્યાં છે.
શહેરમાં નશેડીઓને કારણે અકસ્માતો વધી રહ્યાં છે
અમદાવાદ પૂર્વના ટ્રાફિક ડીસીપી નરેશ કણજારીયાએ કહ્યું હતું કે, શહેરમાં નશેડીઓને કારણે અકસ્માતો વધી રહ્યાં છે. અકસ્માતો પાછળનું ત્રીજું અને સૌથી મોટું કારણ ડ્રિંક એન્ડ ડ્રાઈવ છે. ઓવર સ્પીડિંગ અને રોંગ સાઇડ ડ્રાઈવિંગ અકસ્માતના મુખ્ય કારણો છે. ડ્રીંક એન્ડ ડ્રાઇવ પણ અકસ્માતો થવા પાછળનુ મુખ્ય કારણ છે.અકસ્માત ઘટાડવા સમયાંતરે વિવિધ ડ્રાઇવ યોજાય છે. શહેરીજનોને વિનંતી કે ઓવર સ્પીડિંગ ન કરે, રોંગ સાઇડ અને ડ્રીંક એન્ડ ડ્રાઇવ ન કરે.
ટ્રાફિક વ્યવસ્થાની ખુદ ટ્રાફિક ડીસીપીએ પોલ ખોલી
અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાની ખુદ ટ્રાફિક ડીસીપીએ પોલ ખોલી છે. શહેરમાં છાશવારે ટ્રાફિક ડ્રાઈવને લઈ લોકોને દંડવા ઉભી રહેતી પોલીસ નશેડીઓને પકડવામાં નિષ્ફળ સાબિત થઈ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં થયેલા અકસ્માતના બનાવોમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત સર્જનારને પકડવામાં પોલીસની ઢીલી તપાસ સામે આવી છે.
આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી, 12 મે સુધી ગરમીનું યલો એલર્ટ