android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : ધમકીભર્યા મેઈલ છતાં DPS સ્કૂલનું તંત્ર ઘોર નિંદ્રામાં, પોલીસને જ એન્ટ્રી ન આપી!

calendar_todayJanuary 23, 2026

Ahmedabad News : ધમકીભર્યા મેઈલ છતાં DPS સ્કૂલનું તંત્ર ઘોર નિંદ્રામાં, પોલીસને જ એન્ટ્રી ન આપી!

અમદાવાદની વિવિધ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે બોપલ સ્થિત ડી.પી.એસ. (DPS) સ્કૂલના સંચાલકોનું અત્યંત બેજવાબદાર વલણ સામે આવ્યું છે. ધમકીભર્યા મેઈલ મળ્યા હોવા છતાં શાળાનું તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે પોલીસ કાફલો અને તપાસ એજન્સીઓ પ્રોટોકોલ મુજબ સ્કૂલની તપાસ કરવા પહોંચી, ત્યારે શાળાના વહીવટદારોએ તેમને અંદર પ્રવેશતા અટકાવ્યા હતા. આ પ્રકારની હઠધર્મિતાએ સેંકડો બાળકોના જીવ જોખમમાં મૂક્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

પોલીસ તપાસમાં અવરોધ

શાળા સંચાલકો દ્વારા પોલીસને એન્ટ્રી ન આપવા પાછળનું કારણ હજુ અસ્પષ્ટ છે, પરંતુ આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. એક તરફ વાલીઓ પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત છે, ત્યારે બીજી તરફ શાળા તંત્ર તપાસમાં સહયોગ આપવાને બદલે અવરોધ ઊભો કરી રહ્યું છે. જો કોઈ અઘટિત ઘટના ઘટી હોત તો તેનો જવાબદાર કોણ? પોલીસ તંત્રએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો : Surat મનપાની ઘોર બેદરકારી, ઘસાઈ ગયેલા ટાયર અને જોખમી અવાજ સાથે દોડતી સિટી બસનો Video Viral