android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : સફેદ LED લાઇટ માપવાના મશીનો જ નથી, પરિપત્ર માત્ર શોભાના ગાંઠિયા સમાન!

calendar_todayJanuary 28, 2026

Ahmedabad News : સફેદ LED લાઇટ માપવાના મશીનો જ નથી, પરિપત્ર માત્ર શોભાના ગાંઠિયા સમાન!

રાજ્યમાં વાહનોમાં વપરાતી સફેદ LED લાઈટોના વધતા વ્યાપને રોકવા માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો પરિપત્ર હાલ માત્ર કાગળ પર જ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ આરટીઓ અધિકારીએ કરેલા ચોંકાવનારા ખુલાસા મુજબ, આરટીઓ તંત્ર પાસે સફેદ LED લાઈટની તીવ્રતા માપી શકે તેવા જરૂરી લક્સ મીટર (Lux Meter) કે અન્ય ટેકનિકલ મશીનોનો સદંતર અભાવ છે. આ પરિસ્થિતિને કારણે 'દીવા તળે અંધારું' જેવો ઘાટ સર્જાયો છે, જ્યાં નિયમો તો છે પણ તેનો અમલ કરાવવા માટેની પાયાની સુવિધાઓ જ ઉપલબ્ધ નથી.

દીવા તળે અંધારું

આરટીઓ સામે ઉઠેલા સવાલોમાં સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જો લાઈટની તીવ્રતા માપવાના સાધનો જ ન હોય, તો વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કઈ રીતે કરવી? પૂર્વ અધિકારીએ જણાવ્યું કે ટેકનિકલ માપદંડ વગર માત્ર નરી આંખે જોઈને લાઈટની તીવ્રતા નક્કી કરવી કાયદાકીય રીતે મુશ્કેલ છે. પરિણામે, રસ્તાઓ પર રાત્રિ દરમિયાન અન્ય વાહન ચાલકોની આંખોને અંજી નાખતી આ તીવ્ર લાઈટોના કારણે અકસ્માતનો ભય રહે છે, છતાં તંત્ર લાચાર બનીને બેસી રહ્યું છે. આ કાગળ પરના પરિપત્રને વાસ્તવિકતામાં લાવવા માટે સાધનોની તાતી જરૂરિયાત હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

આ પણ વાંચો : Kheda પોલીસ તંત્રમાં મોટો ફેરફાર, 4 PI ની એકસાથે આંતરિક બદલીથી ખળભળાટ