android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: રથયાત્રા પૂર્વે દરિયાપુરમાં MLA કૌશિક જૈનની જર્જરિત ઓફિસને નોટિસ

calendar_todayJune 18, 2026

Ahmedabad News: રથયાત્રા પૂર્વે દરિયાપુરમાં MLA કૌશિક જૈનની જર્જરિત ઓફિસને નોટિસ

અમદાવાદ શહેરમાં આગામી સમયમાં યોજાનારી અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર લાખોની જનમેદની ઉમટતી હોવાથી ભયજનક અને જર્જરિત ઈમારતો મોટી દુર્ઘટનાનું કારણ ન બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત દરિયાપુર વિસ્તારમાં આવેલા ધારાસભ્ય કૌશિક જૈનના એક જૂના કાર્યાલય બહાર AMC દ્વારા ભયજનક હોવાની નોટિસ ફટકારવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તંત્ર દ્વારા નોટિસ લગાવવાની કામગીરી

દરિયાપુરના મુખ્ય માર્ગ પર આવેલું આ કાર્યાલય લાંબા સમયથી બંધ અને જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું છે. આ વર્ષે રથયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના કે ઇમારત ધસી પડવાની દુર્ઘટના ન સર્જાય તે હેતુથી, તંત્ર દ્વારા સલામતીના આગોતરા ભાગરૂપે આ નોટિસ લગાવવામાં આવી છે.


ધારાસભ્ય કૌશિક જૈને આ મામલે કરી સ્પષ્ટતા

આ મામલે વિવાદ સામે આવતા જ દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને પોતે સામે આવીને મહત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઓફિસનો હું વર્તમાન સમયમાં કોઈ પણ પ્રકારનો વ્યવહારિક ઉપયોગ કરતો નથી. જ્યારે હું ભૂતકાળમાં કોર્પોરેટર તરીકે સેવા આપતો હતો, ત્યારે આ કાર્યાલય કાર્યરત હતું.




પૂર્વ કોર્પોરેટર સમયની આ ઓફિસ હાલના તબક્કે સંપૂર્ણપણે બંધ જ રહે છે, અને મારો તેની સાથે કોઈ સીધો સંપર્ક નથી. AMCની આ કાર્યવાહી રથયાત્રા રૂટની સાર્વજનિક સલામતી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે.


આ પણ વાંચો - Ahmedabad : ન્યૂ રાણીપમાં NEETની તૈયારી કરતા વિદ્યાર્થીએ ફ્લેટના ધાબા પરથી ઝંપલાવતા અરેરાટી