calendar_todayJanuary 22, 2026
Ahmedabad News: પોલીસની તપાસમાં NRI ટાવરના CCTV બંધ હોવાનો ખુલાસો, બીજી જાન્યુઆરીથી DVRમાં રેકોર્ડિંગ બંધ હતું
અમદાવાદના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં પત્નીની હત્યા કર્યા બાદ ક્લાસ વન અધિકારી પતિએ પોતે પણ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ કેસની તપાસ ACPએ ડિવિઝનને સોંપાઇ છે.
પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી
અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં દંપતીના મોતના કેસની તપાસ ACP એ ડિવિઝનને સોંપાઇ છે. પોલીસની તપાસમાં ફ્લેટના સીસીટીવી બંધ હોવાનુ સામે આવ્યું છે. બીજી જાન્યુઆરીથી ડીવીઆરમાં રેકોર્ડિંગ બંધ હોવાનું સામે આવ્યું છે. યશરાજ પોતાને ત્યાં હથિયાર રાખતા હતાં તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. આ બનાવ પહેલા દંપતી જ્યૂસ પીવા માટે સાથે ગયા હતાં. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
ACP જયેશ બ્રહ્મભટ્ટે મહત્વની કડીઓ જાહેર કરી
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં દંપતીના મોતના મામલે એ ડિવિઝન ACP જયેશ બ્રહ્મભટ્ટે મહત્વની કડીઓ જાહેર કરી છે.પોલીસ તપાસ મુજબ ગત રાત્રે આ દંપતી પોતાના સગાને ત્યાં જમવા ગયું હતું અને ત્યાંથી પરત ફર્યા બાદ રાત્રે 12 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.યશરાજસિંહ ગોહિલની લાયસન્સ વાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું હતું. જેમાં પત્નીને માથાના ભાગે ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું.ગોળી વાગ્યા બાદ યશરાજસિંહે પોતે જ 108ને ફોન કરીને જાણ કરી હતી અને પોતાની માતાને પણ કહ્યું હતું કે ભૂલથી ગોળી વાગી ગઈ છે. જોકે પત્નીના કરુણ મોતથી આઘાતમાં આવી ગયેલા યશરાજસિંહે પોતે પણ ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું.