android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીમાં શોક, NSS કેમ્પમાં આવેલી વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં કર્યો આપઘાત

calendar_todayFebruary 6, 2026

Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીમાં શોક, NSS કેમ્પમાં આવેલી વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં કર્યો આપઘાત

અમદાવાદની પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ પરિસરમાંથી એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે. અહીં આયોજિત NSS (નેશનલ સર્વિસ સ્કીમ) કેમ્પમાં ભાગ લેવા માટે બોટાદથી આવેલી 21 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર કેમ્પસમાં સન્નાટો વ્યાપી ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, આ વિદ્યાર્થિની શૈક્ષણિક પ્રવૃત્તિ અને કેમ્પ માટે અમદાવાદ આવી હતી અને હોસ્ટેલના રૂમમાં રહેતી હતી. અચાનક તેણે જીવન ટૂંકાવી લેતા તેની સાથે રહેતી અન્ય વિદ્યાર્થિનીઓ અને યુનિવર્સિટી પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી.

આત્મહત્યાનું કારણ અકબંધ

ઘટનાની જાણ થતા જ ગુજરાત યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી, જેના કારણે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. શું માનસિક તણાવ કે અન્ય કોઈ અંગત કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આશાસ્પદ વિદ્યાર્થિનીના આવા પગલાંથી તેના વતન બોટાદમાં રહેતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.

આ પણ વાંચો : Gandhinagar News : 9 ફેબ્રુઆરીએ કલોલમાં વીજ પુરવઠો બંધ રહેશે, ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારોને પડશે અસર