android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News: નિકોલના કઠવાડામાં PCBનો સપાટો, લિસ્ટેડ મહિલા બુટલેગરના અડ્ડા પર રેડ કરી 5.22 લાખનો દારૂ ઝડપ્યો!

calendar_todayApril 15, 2026

Ahmedabad News: નિકોલના કઠવાડામાં PCBનો સપાટો, લિસ્ટેડ મહિલા બુટલેગરના અડ્ડા પર રેડ કરી 5.22 લાખનો દારૂ ઝડપ્યો!

અમદાવાદ શહેરમાં દારૂબંધીના કડક અમલ માટે પીસીબી (PCB) એક્શન મોડમાં આવી છે. અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કઠવાડા ટેબલી ગામમાં PCBની ટીમે બાતમીના આધારે સફળ રેડ કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. આ કામગીરી દરમિયાન પોલીસે લિસ્ટેડ મહિલા આરોપીની ધરપકડ કરી છે.

ભારે માત્રામાં દારૂ અને બિયરનો જથ્થો જપ્ત

PCBની ટીમે કઠવાડા ગામમાં આવેલા રાજીવ નગરના કાચા છાપરામાં રેડ કરી હતી. આ મકાનમાંથી પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી શિલબંધ બોટલો તેમજ બિયરના ટીન મળી કુલ 1,231 નંગ જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત આશરે રૂપિયા 5,22,328 જેટલી થાય છે. આ ઉપરાંત પોલીસે એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે.

મહિલા બુટલેગર જેલના સળિયા પાછળ

પોલીસે ઘટના સ્થળેથી અનિતાબેન કાનજીભાઈ ચુનારા (ઉં.વ. 50) નામની લિસ્ટેડ આરોપી મહિલાને ઝડપી લીધી છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી દિપક ઉર્ફે બાવો કાનજીભાઈ ચુનારા પોલીસને થાપ આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. પોલીસે ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, પકડાયેલી મહિલા આરોપી લિસ્ટેડ બુટલેગર છે, અને અગાઉ પણ અનેક ગુનાઓમાં તેની સંડોવણી રહી છે. PCB એ કુલ રૂપિયા 5,22,828નો મુદ્દામાલ કબજે કરી નિકોલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો - Ahmedabad News: કાળઝાળ ગરમીની સાથે મોંઘવારી પણ વધી, એક કિલો લીંબુનો ભાવ 200 રૂપિયા થયો