android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : ચાલુ ટ્રેને ચઢવા જતા મહિલા પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ, RPF જવાન બન્યો દેવદૂત

calendar_todayJanuary 8, 2026

Ahmedabad News : ચાલુ ટ્રેને ચઢવા જતા મહિલા પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ, RPF જવાન બન્યો દેવદૂત

અમદાવાદ રેલવે સ્ટેશન પર આજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના જવાનની સમયસૂચકતાને કારણે એક મહિલાનો જીવ બચ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, પ્લેટફોર્મ પરથી ટ્રેન ઉપડી રહી હતી ત્યારે એક મહિલાએ દોડીને ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ દરમિયાન મહિલાનો પગ અચાનક લપસી ગયો હતો અને તે ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચેના ખતરનાક ગેપમાં ફસાઈ ગઈ હતી. જોતજોતામાં મહિલા ટ્રેનની નીચે ખેંચાવા લાગી હતી, જેના કારણે પ્લેટફોર્મ પર હાજર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી.

RPF જવાનની વીજળીક ઝડપ

આ ગંભીર પરિસ્થિતિ જોઈને ત્યાં ફરજ પર તૈનાત RPF જવાન તરત જ દોડી આવ્યો હતો અને પોતાની જાનની પરવા કર્યા વગર મહિલાને જોરથી પ્લેટફોર્મ તરફ ખેંચી લીધી હતી. જવાનની આ વીજળીક ઝડપ અને સતર્કતાને કારણે મહિલા મોતના મુખમાંથી બહાર આવી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને કોઈના પણ રુંવાડા ઉભા થઈ જાય તેમ છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વારંવાર ચાલુ ટ્રેને ન ચઢવા અપીલ કરવામાં આવે છે, તેમ છતાં આવી બેદરકારીને કારણે મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. હાલમાં આ બહાદુર જવાનની ચારેતરફ પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો : Ahmedabad News : સાબરમતી જેલની સુરક્ષામાં ગાબડું, કુખ્યાત ગેંગસ્ટરની બેરેકમાંથી આઈફોન મળતા ખળભળાટ