android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad News : SP રીંગ રોડ પર હોટલ હિલ્લોક પાસેનો કટ બંધ કરતા સ્થાનિકોમાં રોષ, રોડ ખોલવા માટે સ્થાનિકોએ સિગ્નેચર કેમ્પેઇન ચલાવ્યું

calendar_todayFebruary 8, 2026

Ahmedabad News : SP રીંગ રોડ પર હોટલ હિલ્લોક પાસેનો કટ બંધ કરતા સ્થાનિકોમાં રોષ, રોડ ખોલવા માટે સ્થાનિકોએ સિગ્નેચર કેમ્પેઇન ચલાવ્યું

સ્થાનિકોનાં વિરોધમાં આપનાં કાર્યકર્તાઓ પણ જોડાયા છે અને સ્થાનિકોનું કહેવું છે કે, 25 અરજીઓ મળી એટલે બંધ કરાવ્યો રોડ અને અહીં રોડ બ્લોક થતાં 2 લાખ લોકોને હાલાકી પડે છે છે અને પિક અવર્સમાં ભારે ટ્રાફિકની સમસ્યા થાય છે, તમારા એન્જિનિયરો છે તે ડિઝાઈન સરખી કરી રોડ ખોલે તેવી વાત સ્થાનિકોએ કરી છે.

રીંગ રોડ હિલ લોક ચાર રસ્તા પાસે ફરી એક વખત સ્થાનિકો થયા એકત્ર

એસપી રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જવાના રોડ ઉપર હોટેલ હિલ્લોક નજીકનો ડિવાઈડર કટ ઔડા-પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે થઈ ન્યુ ત્રાગડ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે. આજ રોજ ડિવાઈડર કટને ખોલવા માટે સ્થાનિક નાગરિકો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન કરવામાં આવ્યું છે. લોકોને ત્રણથી ચાર કિલોમીટર ફરીને જવું પડતું હોવાના કારણે હાલાકી પડી રહી છે. કોર્પોરેટરોને રજૂઆત કરી છે છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકો હવે રોડ ઉપર ઉતરી આવ્યા છે.

સ્થાનિકોના ટોળા રોડ ઉપર ઉતરી આવ્યા

ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જવાના રોડ પર હોટલ હિલ્લોક આવે છે અને આ હોટલની પાસેના રોડ પર ડિવાઈડરનો કટ બંધ કરી દેવામાં આવ્યો છે અને ભાજપના એક નેતા દ્વારા આ રોડ પરની કટ બંધ કરી દેવાની રજૂઆત કરવામાં આવી હતી જેના કારણે આસપાસની સોસાયટીના લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, ટ્રાફિક હોય છે જેના કારણે 5 થી 7 કિમી ફરીને જઉં પડે છે અને તેના કારણે હાલાકી પડી રહી છે અને વિરોધ કર્યો હતો.


આ પણ વાંચો : Railway News : પશ્ચિમ રેલ્વે દોડાવશે 10 જોડી ખાસ ટ્રેન, જાણો મુસાફરી માટે કઈ ટ્રેનનો તમને મળશે લાભ