android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : વસ્ત્રાપુર NRI ટાવર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, યશ ગોહિલ સામે પત્નીની હત્યાની ફરિયાદ, મારી નાખવાના ઇરાદે ગોળી માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ

calendar_todayJanuary 24, 2026

Ahmedabad : વસ્ત્રાપુર NRI ટાવર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, યશ ગોહિલ સામે પત્નીની હત્યાની ફરિયાદ, મારી નાખવાના ઇરાદે ગોળી માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં થયેલા ફાયરિંગ અને મોતના મામલે હવે મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. વસ્ત્રાપુર પોલીસ મથકમાં એ ડિવિઝન ACP જયેશ ડી. બ્રહ્મભટ્ટ ફરિયાદી બન્યા છે અને યશ ગોહિલ એટલે કે યશકુમાર સિંહ સામે પત્નીની હત્યાનો ગુનો નોંધાયો છે.

 યશ ગોહિલે પત્નીને મારી નાખવાના ઇરાદે રિવોલ્વરથી માથામાં ગોળી મારી

ફરિયાદ મુજબ, યશ ગોહિલે પોતાની પત્ની રાજેશ્વરી ગોહિલને મારી નાખવાના ઇરાદે રિવોલ્વરથી માથામાં ગોળી મારી હતી, જેના કારણે તેનું સ્થળ પર જ મોત થયું હતું.

 મોત માથામાં વાગેલી ગોળીથી થયું

PM રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે રાજેશ્વરીનું મોત માથામાં વાગેલી ગોળીથી થયું છે.

રિવોલ્વર દ્વારા આકસ્મિક રીતે ફાયર થવાની કોઈ શક્યતા નથી

પોલીસે શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ ફોરેન્સિક, PM અને પ્રાથમિક તપાસ બાદ સ્પષ્ટ થયું કે રિવોલ્વર દ્વારા આકસ્મિક રીતે ફાયર થવાની કોઈ શક્યતા નથી.

અકસ્માતે ગોળી છૂટવાની વાત અશક્ય

 પોલીસ તપાસમાં અકસ્માતે ગોળી છૂટવાની વાત અશક્ય હોવાનું સામે આવ્યું છે.

રિવોલ્વરમાં માત્ર બે જ કારતૂસ મળ્યા

 યશ ગોહિલે પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ માથામાં ગોળી મારી આત્મહત્યા કરી હતી. ઘટના સ્થળેથી મળેલા રિવોલ્વરમાં માત્ર બે જ કારતૂસ મળ્યા છે અને તે બંનેનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે.

FSL તથા ફિંગરપ્રિન્ટ તપાસ શરુ

આ સમગ્ર કેસની તપાસ એ ડિવિઝન ACP જે.ડી. બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. ઘટના બાદ પોલીસે રિવોલ્વર કબજે લઈ FSL તથા ફિંગરપ્રિન્ટ તપાસ માટે મોકલી આપી છે. વસ્ત્રાપુર NRI ટાવરની આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર જગાવી છે.


આ પણ વાંચો-----    Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?