android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: ક્લબ O7 ને નોન-વેજ પીરસવું પડ્યું ભારે! ગ્રાહકને રૂ. 25 હજારનું વળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ

calendar_todayJanuary 11, 2026

Ahmedabad: ક્લબ O7 ને નોન-વેજ પીરસવું પડ્યું ભારે! ગ્રાહકને રૂ. 25 હજારનું વળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ

અમદાવાદના એસ.પી રિંગ રોડ પર આવેલી જાણીતી ક્લબ 07ની ક્યુબ લોન્જમાં એક એવી ઘટના ઘટી છે કે જેને જોઇને કોઇ પણ આશ્ચર્ય પમાડી દે અને આ ઘટના માટે થઇને ક્લબ 07ની ક્યુબ લોન્જે એક વ્યક્તિને 25 હજારનું વળતર ચૂકવવું પડ્યુ છે.

શું છે સમગ્ર મામલો

ગ્રાહક સુરક્ષા કોર્ટમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, એક બ્રાહ્મણ પરિવાર ક્લબ 07ની ક્યુબ લોન્જમાં જમવા માટે ગયો હતો. શુદ્ધ શાકાહારી ખોરાકની અપેક્ષા સાથે પરિવારે વેજ વાનગીનો ઓર્ડર આપ્યો હતો. જોકે લોન્જના સ્ટાફ દ્વારા ભારે બેદરકારીને કારણે તેમના પ્લેટમાં શાકાહારી ઓર્ડરને બદલે નોન વેજ વાનગી પીરસી દેવામાં આવી હતી. પરિવારના સભ્યોએ જ્યારે આ જમવાનું શરૂ કર્યુ ત્યારે તેમને આ ભૂલની જાણ થઇ.

કોર્ટે રૂપિયા ચૂકવવા આપ્યો આદેશ

પોતાની ધાર્મિક માન્યતાઓ અને આસ્થાને ઠેસ પહોંચતા, ગ્રાહક પરિવારે મૌન રહેવાને બદલે કાયદાકીય લડત આપવાનું નક્કી કર્યુ. તેમણે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અવલોકન કર્યુ કે, કોઇ પણ ગ્રાહકની ખાવા પીવાની પસંદગી અને તેની ધાર્મિક લાગણીઓનું સન્માન કરવું એ સર્વિસ પ્રોવાઇડરની નૈતિક અને કાયદાકીય જવાબદારી છે.

વેજના બદલે નોન-વેજ પીરસવાને બદલે વળતર

ગ્રાહક કોર્ટે આ ઘટનાને ગંભીર ખામી ગણીને ક્લબ 07ને આદેશ આપ્યો કે તેઓ ગ્રાહકને થયેલા માનસિક આઘાત અને હાલાકી બદલ રૂ.25,000નું વળતર ચૂકવે. આ ચુકાદો અન્ય હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ માટે પણ એક ચેતવણી સમાન છે કે ગ્રાહકની સૂચનાઓનું પાલન કરવામાં બેદરકારી મોંઘી પડી શકે છે.

આ પણ વાંચોઃ Rajkot: PM મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2026નો શંખનાદ, ગુજરાત ગ્લોબલનો ગેટવે મુકાશે ખુલ્લો