android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: રક્ષાબંધન પૂર્વે PM નરેન્દ્ર મોદીને પાકિસ્તાની મૂળના બહેન કમર શેખે મોકલી ખાસ રાખડી

calendar_todayAugust 23, 2026

Ahmedabad: રક્ષાબંધન પૂર્વે PM નરેન્દ્ર મોદીને પાકિસ્તાની મૂળના બહેન કમર શેખે મોકલી ખાસ રાખડી

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને રક્ષણના પ્રતિક સમાન રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમના બહેન કમર શેખે ખાસ પ્રેમપૂર્વક તૈયાર કરેલી રાખડી મોકલાવી છે. કમર શેખ મૂળ પાકિસ્તાનના વતની છે અને લગ્ન બાદ તેઓ ઘણા વર્ષોથી અમદાવાદ ખાતે સ્થાયી થયા છે.

પાકિસ્તાનના કમર શેખ લગ્ન બાદ અમદાવાદમાં રહે છે સ્થાયી

કમર શેખ દર વર્ષે રક્ષાબંધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પોતાના હાથે રાખડી તૈયાર કરે છે. આ વર્ષે પણ તેમણે ખૂબ જ ભાવપૂર્વક રાખડી બનાવીને વડાપ્રધાન મોદીને મોકલી આપી છે.કમર શેખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેનો આ પવિત્ર સંબંધ છેલ્લા 38 વર્ષ જેટલો જૂનો છે. જ્યારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સામાન્ય પ્રચારક તરીકે કાર્યરત હતા, તે સમયથી કમર શેખ તેમને રાખડી બાંધતા આવ્યા છે.

સરહદોથી પર ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની સુંદર મિસાલ

વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા કે દેશના વડાપ્રધાન બન્યા, કમર શેખની આ રાખડી બાંધવાની પરંપરા સતત જળવાઈ રહી છે. રાખડી મોકલવાની સાથે કમર શેખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને તેઓ દેશને પ્રગતિના પંથે આગળ લઈ જાય તે માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી છે. સરહદો અને ધર્મની સીમાઓથી પર થઈને 38 વર્ષથી ચાલતો આ સ્નેહનો સંબંધ રક્ષાબંધનના પર્વ પર એક વિશેષ ઉદાહરણ પૂરું પાડે છે.

આ પણ વાંચો: Ahmedabad: ચાંદખેડામાં 226 ઇન્વર્ટર બેટરી ખરીદી 22.93 લાખની છેતરપિંડી, ગોડાઉન બંધ કરી આરોપી થયો ફરાર