calendar_todayJanuary 30, 2026
Ahmedabad: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ પોલીસ ભરતી કેન્દ્રની મુલાકાતે, RFID, CCTV મોનીટરીંગ સહિત બાબતોનું અવલોકન કર્યું
ગુજરાત પોલીસ ભરતી-2026 અંતર્ગત ચાલી રહેલી ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે અમદાવાદ સ્થિત ગ્રાઉન્ડ ખાતે આવેલા શારીરિક કસોટી કેન્દ્રની મુલાકાત લીધી હતી.
શારીરિક કસોટી કેન્દ્રમાં ઉમેદવારો માટે કરાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું
રાજ્યના પોલીસ વડાએ શારીરિક કસોટી કેન્દ્રમાં ઉમેદવારો માટે કરાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.
RFID ટેકનોલોજીનું અવલોકન કર્યું
આ દરમિયાન ભરતી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી RFID ટેકનોલોજી, CCTV મોનીટરીંગ સહિતની વ્યવસ્થાઓનું પણ તેમણે વિગતવાર અવલોકન કર્યું હતું
ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક બનાવવા સૂચના
ડૉ. કે.એલ.એન. રાવે અધિકારીઓને સૂચના આપી હતી કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક, નિષ્પક્ષ અને ચોકસાઈપૂર્ણ રહે તે માટે તમામ ટેક્નિકલ અને વહીવટી વ્યવસ્થાઓ કડક રીતે અમલમાં મૂકવામાં આવે.
આ પણ વાંચો---- DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ