calendar_todayJanuary 4, 2026
Ahmedabad: રિક્ષાચાલકોની દાદાગીરી બાદ કાર્યવાહી, રેલવે સ્ટેશન પર RPF દ્વારા 6 રિક્ષાઓ જપ્ત કરાઈ
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ગઈકાલે રિક્ષાચાલકો અને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ રિક્ષા ચાલકોએ આરપીએફના જવાનને ઘેરી કોલર પકડીને બિભત્સ ગાળો બોલી હતી. આ દરમિયાન અન્ય જવાનો પણ આવી પહોંચ્યા હતાં. તેમણે રિક્ષા ચાલકોને માર માર્યો હતો. આ દરમિયાન એક રિક્ષા ચાલક ઢળી પડવાનો બનાવ પણ સામે આવ્યો છે.
રિક્ષાચાલકોની દાદાગીરી બાદ કાર્યવાહી
અમદાવાદ રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકોની દાદાગીરી બાદ આરપીએફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મુસાફરો સાથે દુર્વ્યવહાર અને વધારે ભાડુ વસૂલવાની ફરિયાદો બાદ કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ આરપીએફએ 6 રિક્ષાઓ જપ્ત કરી છે. જ્યારે નિયમોનો ભંગ કરનાર રિક્ષા ચાલકો સામે રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં બે વીડિયો વાયરલ થયા હતાં.